Gujarat Rains: ચોમાસુ હળવું થયું છતાં રાજ્યના અનેક રસ્તાઓ બંધ હાલતમાં
રાજ્યમાં ચોમાસુ હળવું થયું છતાંય હજુ કેટલાક રોડ રસ્તાઓની સ્થિતિ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે અને રાજ્યમાં 146 જેટલા રસ્તાઓ હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ છે, કારણ કે રસ્તાઓ હાલત બિસ્માર બની છે અને આ રસ્તાઓ પર વાહન હંકારવું માથાના દુખાવા સમાન બન્યું છે.રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 129 રોડ બંધ હાલતમાં તમને જણાવી દઈએ કે રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 129 રોડ બંધ હાલતમાં છે અને 9 સ્ટેટ હાઈવે પણ બંધ સ્થિતિમાં જોવા મળ્યા છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં 1 નેશનલ હાઈવે પણ વાહન વ્યવહાર માટે બંધ હાલતમાં છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 17 રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. આ સિવાય પોરબંદરમાં 15 રસ્તાઓ, સુરતમાં 11 રસ્તાઓ અને અરવલીમાં 10 રસ્તાઓ બંધ છે. અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યા બાદ શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. શહેરના નિકોલમાં ભક્તિ સર્કલના રસ્તાઓ ધોવાયા છે અને સ્થાનિકોની અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકો કહી રહ્યા છે કે કેટલીય વખત રૂબરૂમાં ફરિયાદ આપી છે ફરિયાદ પણ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. બીજી તરફ રસ્તાઓ ધોવાતા અકસ્માતનો પણ ભય રહેલો છે. અમદાવાદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વલસાડ, વડોદરા, નવસારી, તાપી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, વડોદરામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વર્ક્યો તમને જણાવી દઈએ કે વરસાદ બાદ હવે રાજકોટમાં રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં ડેન્ગ્યુના 21 કેસ સામે આવ્યા છે. તેમજ મેલેરિયા અને ચિકન ગુનિયાના પણ 4-4 કેસ નોંધાયા છે. આ સાથે જ તાવ, શરદી અને ઉધરસના પણ 1600 કેસ શહેરમાં નોંધાયા છે. વરસાદ બાદ રોગચાળાએ ભરડો લેતા હવે તેને રોકવા માટે આરોગ્ય તંત્ર પણ દોડતુ થયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ચોમાસુ હળવું થયું છતાંય હજુ કેટલાક રોડ રસ્તાઓની સ્થિતિ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે અને રાજ્યમાં 146 જેટલા રસ્તાઓ હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ છે, કારણ કે રસ્તાઓ હાલત બિસ્માર બની છે અને આ રસ્તાઓ પર વાહન હંકારવું માથાના દુખાવા સમાન બન્યું છે.
રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 129 રોડ બંધ હાલતમાં
તમને જણાવી દઈએ કે રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 129 રોડ બંધ હાલતમાં છે અને 9 સ્ટેટ હાઈવે પણ બંધ સ્થિતિમાં જોવા મળ્યા છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં 1 નેશનલ હાઈવે પણ વાહન વ્યવહાર માટે બંધ હાલતમાં છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 17 રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. આ સિવાય પોરબંદરમાં 15 રસ્તાઓ, સુરતમાં 11 રસ્તાઓ અને અરવલીમાં 10 રસ્તાઓ બંધ છે.
અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યા બાદ શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. શહેરના નિકોલમાં ભક્તિ સર્કલના રસ્તાઓ ધોવાયા છે અને સ્થાનિકોની અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકો કહી રહ્યા છે કે કેટલીય વખત રૂબરૂમાં ફરિયાદ આપી છે ફરિયાદ પણ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. બીજી તરફ રસ્તાઓ ધોવાતા અકસ્માતનો પણ ભય રહેલો છે.
અમદાવાદમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વલસાડ, વડોદરા, નવસારી, તાપી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, વડોદરામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વર્ક્યો
તમને જણાવી દઈએ કે વરસાદ બાદ હવે રાજકોટમાં રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં ડેન્ગ્યુના 21 કેસ સામે આવ્યા છે. તેમજ મેલેરિયા અને ચિકન ગુનિયાના પણ 4-4 કેસ નોંધાયા છે. આ સાથે જ તાવ, શરદી અને ઉધરસના પણ 1600 કેસ શહેરમાં નોંધાયા છે. વરસાદ બાદ રોગચાળાએ ભરડો લેતા હવે તેને રોકવા માટે આરોગ્ય તંત્ર પણ દોડતુ થયું છે.