Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 26, 27 અને 28 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય પણ 5 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના છે.3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ રાજ્યના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી 26 સપ્ટેમ્બરે પણ અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આણંદ અને વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ આજે સવારે જ આણંદ સહિત જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ગઈકાલે મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચિખોદરા, વઘાસી, ગામડી, ગોપાલપુરા, મોગર, આણંદ, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આંકલાવ, બોરસદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે વડોદરામાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. શહેરના રાવપુરા, ફતેગંજ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 26, 27 અને 28 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય પણ 5 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના છે.

3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ

રાજ્યના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

26 સપ્ટેમ્બરે પણ અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આણંદ અને વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ

આજે સવારે જ આણંદ સહિત જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ગઈકાલે મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચિખોદરા, વઘાસી, ગામડી, ગોપાલપુરા, મોગર, આણંદ, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં વરસાદ

વરસ્યો હતો. આંકલાવ, બોરસદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે વડોદરામાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. શહેરના રાવપુરા, ફતેગંજ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.