Gujarat Police Crime Conference: રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા અને કોસ્ટલ સિક્યુરિટી વધારવા માટે થઈ ચર્ચા

Jul 8, 2025 - 00:30
Gujarat Police Crime Conference: રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા અને કોસ્ટલ સિક્યુરિટી વધારવા માટે થઈ ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દર મહિને ગુજરાત રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળતી હોય છે, ત્યારે આજે અમદાવાદમાં રાજ્યની મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી, DGPના એક્સ્ટેન્શન બાદ પ્રથમવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં રાજ્યમાં ગત મહિને થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ DG, IG, CP હાજર રહ્યા હતા. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે.

પેરોલ જંપના 26 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે મે મહિનાની ક્રાઈમ કોન્ફરન્સ કરવામાં આવી છે. કારણ કે જૂન મહિનામાં પ્લેન ક્રેશ, ગ્રામ પંચાયત ચૂંટણી અને રથયાત્રાના કારણે ક્રાઈમ કોન્ફરન્સ થઈ શકી ન હતી, એટલે જુલાઈ મહિનામાં યોજાઈ છે. રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા અંગે ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ છે. આ સિવાય આગામી સમયમાં ટેક્નોલોજીના વધુ ઉપયોગ માટે ચર્ચા કરવામાં આવી છે. મે મહિનામાં પોલીસે 43 વ્યાજખોરો સામે FIR કરી અને 44 આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે પેરોલ જંપના 26 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ફરાર 276 આરોપીઓ પકડાયા છે. 15 માર્ચથી લઈને અઢી મહિનામાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

586 અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ દૂર કર્યા

વધુમાં પોલીસે 586 અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ દૂર કર્યા છે. જ્યારે 1,025 અસામાજિક તત્વોને તડીપાર કરવામાં આવ્યા છે. 800થી વધુ આરોપીઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. NDPSના 17 આરોપીઓ સામે સખત કાર્યવાહી કરાઈ છે. આ સાથે જ ક્રાઈમ કોન્ફરન્સમાં કોસ્ટલ સિક્યુરિટી વધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રજાની સુરક્ષા માટે 112 હેલ્પલાઈન શરૂ થશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0