Gujarat Police: રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદેસર ચાલતા ફટાકડાના ગોડાઉન પર પોલીસના દરોડા
તહેવારોની સિઝન શરૂ થતાં જ ઠેર-ઠેર નકલી વસ્તુઓ અને ગેરકાયદેસર બનતી વસ્તુઓના સ્થળ પર પોલીસના દરોડા કરવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં નાગરિકો કરોડો રૂપિયાના ફટાકડા ફોડતા હોય છે. જેમાં અમુક ફટાકડા નકલી પણ હોય છે, જે જીવનું જોખમ સર્જે છે. લોકોના જીવ જોખમાં ના મુકાય અને સરકાર માન્ય હોય તેવા ફટાકડા જ બજારમાં મળી રહે તે માટે રાજ્યની પોલીસ સતર્ક બની છે. અને રાજ્યમાં જ્યાં પણ ફટાકડા તૈયાર થાય છે અને સંગ્રહ કરવામાં આવે છે ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ફટાકડાના ગોડાઉન તપાસમાં બહાર આવ્યું છે. જેથી જિલ્લાની પોલીસે ફટાકડા જપ્ત કરીને ગોડાઉનને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડીમાંથી 8 ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા મહેસાણા જિલ્લાના કડીમાં ગેરકાયદેસર ચાલતા ફટાકડા ગોડાઉન ઉપર કડી પોલીસ ત્રાટકી હતી. રંગોલી ગેસ્ટ હાઉસના પાછળના ભાગે 8 જેટલા ગેરકાયદેસર ગોડાઉન બનાવવામાં આવ્યા હતા. ગોડાઉનમાં લાખોના ફટાકડા હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. કડી પોલીસે રેડ કરી ફટાકડા ગોડાઉન સીલ કર્યા. હાલ ફટાકડાની ગણતરી ચાલુ છે. ગોડાઉનના માલિકે પરવાનગી વગર ગોડાઉનમાં ફટાકડાનો સંગ્રહ કરી રાખ્યો હતો. કડી પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરી. અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉન પર રેડ અમદાવાદના અસલાલીમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. પોલીસે તપાસ દરમિયાન લાખો રૂપિયાના ફટાકડા જપ્ત કર્યા. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે દરોડો પાડ્યા હતા ધોરાજી તાલુકાના સૂપેડી ગામના કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં ગેરકાયદે ફટાકડા બનાવવાનું મોટુ કારખાનું મળી આવ્યું હતું. આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડ.નામના ગોડાઉનમાં આ કારસ્તાન ચાલી રહ્યું હતું. નવાઇની વાત એ છે કે આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે છતાં ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટિરીયલ રાખવામાં આવ્યા હતા. આ કેમિકલ અને રો મટિરીયલમાંથી ફટકાકડા બનાવામાં આવી રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારોની સિઝન શરૂ થતાં જ ઠેર-ઠેર નકલી વસ્તુઓ અને ગેરકાયદેસર બનતી વસ્તુઓના સ્થળ પર પોલીસના દરોડા કરવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં નાગરિકો કરોડો રૂપિયાના ફટાકડા ફોડતા હોય છે. જેમાં અમુક ફટાકડા નકલી પણ હોય છે, જે જીવનું જોખમ સર્જે છે. લોકોના જીવ જોખમાં ના મુકાય અને સરકાર માન્ય હોય તેવા ફટાકડા જ બજારમાં મળી રહે તે માટે રાજ્યની પોલીસ સતર્ક બની છે. અને રાજ્યમાં જ્યાં પણ ફટાકડા તૈયાર થાય છે અને સંગ્રહ કરવામાં આવે છે ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ફટાકડાના ગોડાઉન તપાસમાં બહાર આવ્યું છે. જેથી જિલ્લાની પોલીસે ફટાકડા જપ્ત કરીને ગોડાઉનને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના કડીમાંથી 8 ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા
મહેસાણા જિલ્લાના કડીમાં ગેરકાયદેસર ચાલતા ફટાકડા ગોડાઉન ઉપર કડી પોલીસ ત્રાટકી હતી. રંગોલી ગેસ્ટ હાઉસના પાછળના ભાગે 8 જેટલા ગેરકાયદેસર ગોડાઉન બનાવવામાં આવ્યા હતા. ગોડાઉનમાં લાખોના ફટાકડા હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. કડી પોલીસે રેડ કરી ફટાકડા ગોડાઉન સીલ કર્યા. હાલ ફટાકડાની ગણતરી ચાલુ છે. ગોડાઉનના માલિકે પરવાનગી વગર ગોડાઉનમાં ફટાકડાનો સંગ્રહ કરી રાખ્યો હતો. કડી પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરી.
અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉન પર રેડ
અમદાવાદના અસલાલીમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. પોલીસે તપાસ દરમિયાન લાખો રૂપિયાના ફટાકડા જપ્ત કર્યા. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અગાઉ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે દરોડો પાડ્યા હતા
ધોરાજી તાલુકાના સૂપેડી ગામના કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં ગેરકાયદે ફટાકડા બનાવવાનું મોટુ કારખાનું મળી આવ્યું હતું.
આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે
જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડ.નામના ગોડાઉનમાં આ કારસ્તાન ચાલી રહ્યું હતું. નવાઇની વાત એ છે કે આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે છતાં ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટિરીયલ રાખવામાં આવ્યા હતા. આ કેમિકલ અને રો મટિરીયલમાંથી ફટકાકડા બનાવામાં આવી રહ્યા હતા.