Gujarat News: હેલ્મેટ અને વાહનના કાગળો તૈયાર રાખજો, આવતીકાલથી 15 દિવસ સુધી ચાલશે ટ્રાફિક ડ્રાઈવ

Feb 24, 2026 - 23:30
Gujarat News: હેલ્મેટ અને વાહનના કાગળો તૈયાર રાખજો, આવતીકાલથી 15 દિવસ સુધી ચાલશે ટ્રાફિક ડ્રાઈવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આવતીકાલથી ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે. રાજ્યમાં આગામી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ઝુંબેશ હાથ ધરાશે. આવતીકાલથી 15 દિવસ સુધી આ ઝુંબેશ ચાલશે.

આવતીકાલથી 15 દિવસ સુધી ટ્રાફિક ઝૂંબેશ

રાજ્યમાં આવતીકાલથી 15 દિવસ સુધી ટ્રાફિક ઝૂંબેશ ચલાવવા માટે તમામ પોલીસ કમિશનર અને એસપીને સૂચના આપવામાં આવી છે. કામગીરીનો દૈનિક રીપોર્ટ વડી કચેરીને મોકલવાનો આદેશ કરાયો છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, ઓવર પેસેન્જર, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ, હેલ્મેટનો અભાવ, ગેરકાયદેસર LED લાઈટ,અનધિકૃત પાર્કિંગ સહિતના ટ્રાફિક ભંગ સામે કાર્યવાહી કરાશે. 

આ પણ વાંચોઃ Sabarkantha : ઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, 40 મોબાઈલ, 12 લેપટોપ જપ્ત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0