Gujarat Cabinet Expansion: કોણ છે દર્શનાબેન વાઘેલા? નવા મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન

Oct 17, 2025 - 11:00
Gujarat Cabinet Expansion: કોણ છે દર્શનાબેન વાઘેલા? નવા મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સત્તાવાર રીતે મંત્રી મંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે.સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા. હવે નવા મંત્રીઓના શપથ સમારોહમાં તેઓ શપથ લેશે. ત્યારે જેઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેમાં એક નામ અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનું નામ છે. ત્યારે આવો જાણીએ કોણ છે દર્શનાબેન વાઘેલા.

કોણ છે દર્શનાબેન વાઘેલા ?

  • ભાજપે પહેલીવાર 2010 વાલ્મિકી સમાજની મહિલાને અસારવા બેઠક પરથી ટિકિટ આપી હતી. 
  • દર્શના બેન વ્યવસાયે શિક્ષિકા છે. તેઓ એક શાળામાં પ્રિન્સિપાલ હતા.
  • તેમના પતિ એલઆઇસીમાં ક્લાસ વન ઓફિસર છે. 
  • તેમના દિકરાનું અવસાન થઇ ગયુ ,હાલ તમને એક દીકરી છે. 
  • તેઓને દૂધેશ્વર વોર્ડમાંથી ટિકિટ મળી અને તેઓ જીતી ગયા.
  • તેઓ કોર્પોરેશનમાં હેલ્થ કમિટીના ડે. ચેરમેન તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. 
  • મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે.મેયરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીને વિજેતા બન્યા. 
  • અસારવામાંથી મંત્રી પ્રદિપ પરમારની ટિકિટ કાપીને દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી હતી. 

દર્શના બેન પાસે કેટલી છે સંપત્તિ?
ભાજપમાંથી અસારવા સીટ પર ઉમેદવારી ફોર્મ ભરતી દર્શનાબેન વાઘેલાએ રજૂ કરેલા સોંગદનામા મુજબ તેમની કુલ સંપત્તિ રૂ. 2.76 કરોડ છે. તેમની પાસે રૂ. 80 લાખની મિલકત અને પતિ પાસે રૂ. 1.95 કરોડની મિલકત છે. આ ઉપરાંત તેમની પાસે રોકડ, બેંક થાપણો ઝવેરાત રૂ. 17.36 લાખ અને પતિ પાસે રૂ. 20.36 લાખ દર્શાવ્યા છે. તેમણે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0