Gujarat : અમે દિવ્યાંગ છીએ, અમારી કળા જોઈને તમે પણ કહેશો "વાહ"

કોણ કહે છે આ દિવ્યાંગ બાળકો છે, ના...ના આ તો સામાન્ય લોકોને પણ સ્પર્ધામાં પાછળ છોડે તેવી સુઝ-બુઝ ધરાવતા બાળકો છે. જુઓ તેમણે બનાવેલા દિવડાઓ, દીવાલો સુશોભિત કરવાના લટકણ, અવનાવા રંગબેરંગી સુંદર માજાના તોરણ કે જે જોઈને બાળકોની અપ્રતિમ પ્રતિભા આબેહુબ છલકાઈ આવે છે.ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોની હા , આજે વાત કરવી છે બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોની. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક લોકો દિવાળીની તૈયારીમાં વ્યસ્ત હશે. ઘરને સુશોભિત કરવામાં અને આંગણા શણગારવા માટે લોકો અવનવી સુશોભનની વસ્તુઓ ખરીદતા હશે. ત્યારે બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો પોતાના હાથે દિવડા, કોડીયા, તોરણ, દિવાલ સુશોભિત કરવા માટેના લટકણ સહિતની ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. અલગ-અલગ વસ્તુઓ બનાવે છે ચહેરા પર સતત છલકાતુ હાસ્ય અનુભુતિ કરાવે છે દિવ્યતાની, નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ વ્યક્તિત્વની. આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ પણ સતત બાળકોની અવનવી પ્રવૃત્તિઓમાં પરોવીને તેમની પ્રતિભાને બહાર લાવવા પ્રયત્નશીલ છે. દરેક ક્ષેત્રમાં આ બાળકો પોતાનનું યોગદાન આપી શકે તે માટે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. તહેવારો પ્રમાણે બાળકોને અલગ-અલગ વસ્તુઓ બનાવવાનું માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યની અલગ જ રાહ ચીંધવામાં આવી રહી છે. દિવ્યાંગ એસસ્મેન્ટ કેમ્પ યોજાયો ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે દિવ્યાંગ એસસ્મેન્ટ કેમ્પ યોજાયો હતો. રાજ્ય અને દેશના દિવ્યાંગજનોની સરકારશ્રી સતત ચિંતા કરી રહી છે અને દિવ્યાંગજનોને સંપૂર્ણ હૂંફ અને માવજત મળી રહે તે માટે કાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસસ્મેન્ટ કેમ્પ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે યોજાયો હતો.

Gujarat : અમે દિવ્યાંગ છીએ, અમારી કળા જોઈને તમે પણ કહેશો "વાહ"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોણ કહે છે આ દિવ્યાંગ બાળકો છે, ના...ના આ તો સામાન્ય લોકોને પણ સ્પર્ધામાં પાછળ છોડે તેવી સુઝ-બુઝ ધરાવતા બાળકો છે. જુઓ તેમણે બનાવેલા દિવડાઓ, દીવાલો સુશોભિત કરવાના લટકણ, અવનાવા રંગબેરંગી સુંદર માજાના તોરણ કે જે જોઈને બાળકોની અપ્રતિમ પ્રતિભા આબેહુબ છલકાઈ આવે છે.

ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોની
હા , આજે વાત કરવી છે બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોની. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક લોકો દિવાળીની તૈયારીમાં વ્યસ્ત હશે. ઘરને સુશોભિત કરવામાં અને આંગણા શણગારવા માટે લોકો અવનવી સુશોભનની વસ્તુઓ ખરીદતા હશે. ત્યારે બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો પોતાના હાથે દિવડા, કોડીયા, તોરણ, દિવાલ સુશોભિત કરવા માટેના લટકણ સહિતની ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે.



અલગ-અલગ વસ્તુઓ બનાવે છે
ચહેરા પર સતત છલકાતુ હાસ્ય અનુભુતિ કરાવે છે દિવ્યતાની, નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ વ્યક્તિત્વની. આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ પણ સતત બાળકોની અવનવી પ્રવૃત્તિઓમાં પરોવીને તેમની પ્રતિભાને બહાર લાવવા પ્રયત્નશીલ છે. દરેક ક્ષેત્રમાં આ બાળકો પોતાનનું યોગદાન આપી શકે તે માટે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. તહેવારો પ્રમાણે બાળકોને અલગ-અલગ વસ્તુઓ બનાવવાનું માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યની અલગ જ રાહ ચીંધવામાં આવી રહી છે.

દિવ્યાંગ એસસ્મેન્ટ કેમ્પ યોજાયો
ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે દિવ્યાંગ એસસ્મેન્ટ કેમ્પ યોજાયો હતો. રાજ્ય અને દેશના દિવ્યાંગજનોની સરકારશ્રી સતત ચિંતા કરી રહી છે અને દિવ્યાંગજનોને સંપૂર્ણ હૂંફ અને માવજત મળી રહે તે માટે કાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસસ્મેન્ટ કેમ્પ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે યોજાયો હતો.