Gujaratમાં "ઠંડી"નો મજબૂત ચમકારો, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું, વાંચો Special Story
રાજયભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,જેમાં લઘુતમ તાપમાનમાં ક્રમશ ઘટાડો થતો જોવા મળ્યો છે.17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી ઓછું નોંધાયું છે,તો ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી,નલિયામાં લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી,ડીસામાં લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી,રાજકોટમાં 14.9 ડિગ્રી, ભાવનગરમાં 17.6 ડિગ્રી,સુરતમાં 19.2 ડિગ્રી, વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે. દિલ્હી સહિત આ રાજ્યોમાં ધુમ્મસ છવાઈ જશે હવામાન વિભાગના અહેવાલ મુજબ, 30 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં હવામાન શુષ્ક રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં સવાર-સાંજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. દિવસે તડકો દેખાશે, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનો અનુભવ થશે. દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ ઓછું થવા લાગ્યું છે અને સવાર-સાંજ હળવું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસે તડકો નીકળતાં જ રાહત મળે છે, પરંતુ સવાર-સાંજ તાપમાન ગગડતા જ ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ દેખાવા લાગે છે. જોકે, વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે ધુમ્મસનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત કરી છે. રવી પાકને થશે નુકસાન : અંબાલાલ પટેલ ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,જેમાં લઘુતમ તાપમાનમાં ક્રમશ ઘટાડો થતો જોવા મળ્યો છે.17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી ઓછું નોંધાયું છે,તો ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી,નલિયામાં લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી,ડીસામાં લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી,રાજકોટમાં 14.9 ડિગ્રી, ભાવનગરમાં 17.6 ડિગ્રી,સુરતમાં 19.2 ડિગ્રી, વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી
દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે.
દિલ્હી સહિત આ રાજ્યોમાં ધુમ્મસ છવાઈ જશે
હવામાન વિભાગના અહેવાલ મુજબ, 30 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં હવામાન શુષ્ક રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં સવાર-સાંજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. દિવસે તડકો દેખાશે, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનો અનુભવ થશે. દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ ઓછું થવા લાગ્યું છે અને સવાર-સાંજ હળવું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસે તડકો નીકળતાં જ રાહત મળે છે, પરંતુ સવાર-સાંજ તાપમાન ગગડતા જ ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ દેખાવા લાગે છે. જોકે, વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે ધુમ્મસનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત કરી છે.
રવી પાકને થશે નુકસાન : અંબાલાલ પટેલ
ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ
ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.