Guajratમા દિવાળીના પર્વમાં 38 એમ્બ્યુલન્સ ICUથી રહેશે સજ્જ, તમામ તૈયારીઓને આખરી ઓપ

કોઈ પણ પર્વ હોય કે કંઈ પણ હોય 108 એમ્બુલન્સ હર હંમેશ લોકોની મદદે પહોંચી છે અને લોકોને સ્થળ પર સારવાર આપી સાજા પણ કર્યા છે.આવનાર દિવાળીના પર્વમાં 838 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કોલને લઈને તૈયાર રહેશે અને તેના કર્મચારીઓ ફરજ બજાવશે,838 એમ્બ્યુલન્સ માંથી 38 એમ્બ્યુલન્સ ICUથી સજ્જ રહેશે જેમાં દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા 108 એમ્બ્યુલન્સ દ્રારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોઈન્ટ નક્કી કરાયા છે.જેમા અમદાવાદ અને સુરતમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયો છે જયારે વડોદરા અને રાજકોટમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે,બ્લેકસ્પોટ પર બંદોબસ્ત, બમ્પ મુકવાની વ્યવસ્થા કરાઈ છે.સાથે સાથે સિગ્નલ અને સાઈનબોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે.તહેવારોના સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરાય છે,તો દિવાળીના દિવસે બહુ ખાસ નહી પણ 2.5 ટકા કેસ વધી શકે છે. બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસ વધે છે 108ના એમ્બ્યુલન્સને લઈ કર્મચારીનું કહેવું છે કે બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસનો વધારો કરવામાં આવે છે.ભાઈ બીજના દિવસે 13 ટકા એટલે કે 5000 જેટલા કેસ વધે છે.દિવાળીમાં અકસ્માત,મારામારી અને પડી જવાના અને શ્વાસના કેસ વધુ હોય છે.બર્ન કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે.બર્ન કેસમાં સામાન્ય 4 કેસની જગ્યા પર 23 કેસ,બેસતા વર્ષ પર 13 કેસ અને 200 ટકા,ભાઈ બીજ પર 10 કેસ 150 ટકાનો વધારો થતો હોય છે. આ જિલ્લામાં સૌથી વધારે કેસ હોય છે તહેવાર સમયે અરવલ્લી,મહીસાગર, મહેસાણા, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે.5 વર્ષ પહેલાં 3 હજાર જેટલી ઈમરજન્સી રહેતી કોરોનામાં તેમાં ઘટાડો થયો પણ ફરી કેસ વધ્યા છે. 108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર 29 ઓગ્સ્ટ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108 ઈમરજન્સીના હેડક્વાટરની શરુઆત કરી હતી.ત્યારથી આજ સુધી 108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર હોય છે.કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં 108 ઈમરજન્સી દર્દીઓને સેવા પૂરી પાડે છે. 108 ઈમરજન્સીના 17 વર્ષના સફરમાં ગુજરાતના 15.52 લાખ લોકોના જીવ બચાવીને તેમને નવી જીંદગી પ્રદાન કરી છે..108 ઈમરજન્સીમાં કામગીરી કરનાર પાયલોટ હોય કે EMT (ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન) તેમની કામગીરી દરમ્યાન લોકોનો જીવ બચાવીને ઘન્યતા અનુભવે છે. 4000થી વધુ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. હાલમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે.

Guajratમા દિવાળીના પર્વમાં 38 એમ્બ્યુલન્સ ICUથી રહેશે સજ્જ, તમામ તૈયારીઓને આખરી ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોઈ પણ પર્વ હોય કે કંઈ પણ હોય 108 એમ્બુલન્સ હર હંમેશ લોકોની મદદે પહોંચી છે અને લોકોને સ્થળ પર સારવાર આપી સાજા પણ કર્યા છે.આવનાર દિવાળીના પર્વમાં 838 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કોલને લઈને તૈયાર રહેશે અને તેના કર્મચારીઓ ફરજ બજાવશે,838 એમ્બ્યુલન્સ માંથી 38 એમ્બ્યુલન્સ ICUથી સજ્જ રહેશે જેમાં દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા

108 એમ્બ્યુલન્સ દ્રારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોઈન્ટ નક્કી કરાયા છે.જેમા અમદાવાદ અને સુરતમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયો છે જયારે વડોદરા અને રાજકોટમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે,બ્લેકસ્પોટ પર બંદોબસ્ત, બમ્પ મુકવાની વ્યવસ્થા કરાઈ છે.સાથે સાથે સિગ્નલ અને સાઈનબોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે.તહેવારોના સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરાય છે,તો દિવાળીના દિવસે બહુ ખાસ નહી પણ 2.5 ટકા કેસ વધી શકે છે.

બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસ વધે છે

108ના એમ્બ્યુલન્સને લઈ કર્મચારીનું કહેવું છે કે બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસનો વધારો કરવામાં આવે છે.ભાઈ બીજના દિવસે 13 ટકા એટલે કે 5000 જેટલા કેસ વધે છે.દિવાળીમાં અકસ્માત,મારામારી અને પડી જવાના અને શ્વાસના કેસ વધુ હોય છે.બર્ન કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે.બર્ન કેસમાં સામાન્ય 4 કેસની જગ્યા પર 23 કેસ,બેસતા વર્ષ પર 13 કેસ અને 200 ટકા,ભાઈ બીજ પર 10 કેસ 150 ટકાનો વધારો થતો હોય છે.

આ જિલ્લામાં સૌથી વધારે કેસ હોય છે

તહેવાર સમયે અરવલ્લી,મહીસાગર, મહેસાણા, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે.5 વર્ષ પહેલાં 3 હજાર જેટલી ઈમરજન્સી રહેતી કોરોનામાં તેમાં ઘટાડો થયો પણ ફરી કેસ વધ્યા છે.

108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર

29 ઓગ્સ્ટ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108 ઈમરજન્સીના હેડક્વાટરની શરુઆત કરી હતી.ત્યારથી આજ સુધી 108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર હોય છે.કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં 108 ઈમરજન્સી દર્દીઓને સેવા પૂરી પાડે છે. 108 ઈમરજન્સીના 17 વર્ષના સફરમાં ગુજરાતના 15.52 લાખ લોકોના જીવ બચાવીને તેમને નવી જીંદગી પ્રદાન કરી છે..108 ઈમરજન્સીમાં કામગીરી કરનાર પાયલોટ હોય કે EMT (ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન) તેમની કામગીરી દરમ્યાન લોકોનો જીવ બચાવીને ઘન્યતા અનુભવે છે.

4000થી વધુ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. હાલમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે.