Girsomnath Rain: સૂત્રાપાડામાં મેઘરાજા બન્યા વિલન..! મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ખેતરમાં સુકાઈ ગયેલા મગફળી અને સોયાબીન સહિતના પાક જોઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બેંક લોન લઈને કે ઘરની બચત સાથે જે ખેડૂતોએ બિયારણ ખરીદ્યું એ પાણીમાં ડૂબી જતા નાશ પામ્યું છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસાદથી જગતના તાતની ચિંતા વધી છે. મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. આમતો સૂત્રાપાડા તાલુકો દરીયા કિનારાની નજીક આવેલો છે જેના કારણે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા આ પાણી જમીનમાં જતા ખારા પાણી ઉપરની સપાટી પર આવી રહ્યા છે જેથી મગફળી, સોયાબીન, એરંડા સહિતનો તમામ પાક બળી અને નાશ પામે છે. ખેડૂતોની સ્થિતિ એવી છે કે પાક ભલે ન વધે, પરંતુ બેંકના વ્યાજ સતત વધતા જઈ રહ્યા છે. જેની સામે જગતનો તાત લાચાર છે. સરકાર પાસેથી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સહાય ચૂકવવામાં આવે નહીંતર વ્યાજના બોજ તળે ખેડૂત દબાતો રહેશે.ચોમાસાની સિઝન હવે અંતિમ પડાવ છે તેવામાં ખેડૂતો હવે વધારે વરસાદને કારણે આર્થિક નુક્સાની તરફ જઈ રહ્યા છે. કેમ કે ખેડૂતોએ મગફળી અને સોયાબિનના જે પાકની વાવણી કરી હતી તે તૈયાર પાકમાં સડી લાગી ગયો છે. જેના કારણે વધુ એક આર્થિક ફટકો ખેડૂતને પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં મુંડા નામના રોગે પગ પેસારો કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

Girsomnath Rain: સૂત્રાપાડામાં મેઘરાજા બન્યા વિલન..! મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ખેતરમાં સુકાઈ ગયેલા મગફળી અને સોયાબીન સહિતના પાક જોઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બેંક લોન લઈને કે ઘરની બચત સાથે જે ખેડૂતોએ બિયારણ ખરીદ્યું એ પાણીમાં ડૂબી જતા નાશ પામ્યું છે.

ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસાદથી જગતના તાતની ચિંતા વધી છે. મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. આમતો સૂત્રાપાડા તાલુકો દરીયા કિનારાની નજીક આવેલો છે જેના કારણે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા આ પાણી જમીનમાં જતા ખારા પાણી ઉપરની સપાટી પર આવી રહ્યા છે જેથી મગફળી, સોયાબીન, એરંડા સહિતનો તમામ પાક બળી અને નાશ પામે છે. ખેડૂતોની સ્થિતિ એવી છે કે પાક ભલે ન વધે, પરંતુ બેંકના વ્યાજ સતત વધતા જઈ રહ્યા છે. જેની સામે જગતનો તાત લાચાર છે. સરકાર પાસેથી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સહાય ચૂકવવામાં આવે નહીંતર વ્યાજના બોજ તળે ખેડૂત દબાતો રહેશે.

ચોમાસાની સિઝન હવે અંતિમ પડાવ છે તેવામાં ખેડૂતો હવે વધારે વરસાદને કારણે આર્થિક નુક્સાની તરફ જઈ રહ્યા છે. કેમ કે ખેડૂતોએ મગફળી અને સોયાબિનના જે પાકની વાવણી કરી હતી તે તૈયાર પાકમાં સડી લાગી ગયો છે. જેના કારણે વધુ એક આર્થિક ફટકો ખેડૂતને પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં મુંડા નામના રોગે પગ પેસારો કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.