Gandhinagar: જુનિયર-સિનિયર ક્લાર્કના પરિણામથી વિવાદ, ઉમેદવારોને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

અંદાજે સાડા પાંચ હજાર જેટલી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની જગ્યાઓ માટે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જગ્યાના સાત ગણા જાહેર કરતા ઉમેદવારોનો વિરોધ શરૂ થયો છે. પરીક્ષાના નોટિફિકેશન મુજબ કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવા જાહેર થયેલું પરિણામ જગ્યાના સાત ગણા હોવાના કારણે ઉમેદવારોને અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોની માંગણી છે કે જીપીએસસી જે પ્રકારે પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આપે છે એ પ્રકારે અમને પણ આમાં પરિણામ આપો. કોણે કોણે રજૂઆત કરીદિનેશ બાંભણિયા મંડળને રજૂઆત કરતા કહ્યું કે તમામ ઉમેદવારોને અન્યાય ન થાય એ પ્રકારે પરિણામ આપો. જો એવું પરિણામ ચાર દિવસમાં નહીં આવે તો મંડળના ચેરમેનનો ઘેરાવો કરીશું.ઉમેદવારો મંડળની કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા યુવરાજસિંહની આગેવાનીમાં પહોંચેલા ઉમેદવારોએ કહ્યું કે જગ્યાના સાત ગણાના બદલે કેટેગરી વાઈઝ સાત ગણા અથવા તો જીપીએસસી મુજબ પરિણામ આપો. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનએ આ અંગે હાલ કંઈ પણ ફેરફાર કરવાના મૂળમાં નથી. CBRT પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવે તેવી માગ આ સમગ્ર બાબતે ઉમેદવારોએ જણાવ્યું હતું કે, GPSC મુજબ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે છે. વધારે ઉમેદવારોને તક મળે તેવું આયોજન કરવાની રજૂઆત કરી હતી. ગુજરાત ગવર્નરમાં કોમ્પ્યુટર બેઝડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Gandhinagar: જુનિયર-સિનિયર ક્લાર્કના પરિણામથી વિવાદ, ઉમેદવારોને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંદાજે સાડા પાંચ હજાર જેટલી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની જગ્યાઓ માટે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જગ્યાના સાત ગણા જાહેર કરતા ઉમેદવારોનો વિરોધ શરૂ થયો છે.

પરીક્ષાના નોટિફિકેશન મુજબ કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવા જાહેર થયેલું પરિણામ જગ્યાના સાત ગણા હોવાના કારણે ઉમેદવારોને અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોની માંગણી છે કે જીપીએસસી જે પ્રકારે પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આપે છે એ પ્રકારે અમને પણ આમાં પરિણામ આપો.

કોણે કોણે રજૂઆત કરી

  • દિનેશ બાંભણિયા મંડળને રજૂઆત કરતા કહ્યું કે તમામ ઉમેદવારોને અન્યાય ન થાય એ પ્રકારે પરિણામ આપો. જો એવું પરિણામ ચાર દિવસમાં નહીં આવે તો મંડળના ચેરમેનનો ઘેરાવો કરીશું.
  • ઉમેદવારો મંડળની કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા
  • યુવરાજસિંહની આગેવાનીમાં પહોંચેલા ઉમેદવારોએ કહ્યું કે જગ્યાના સાત ગણાના બદલે કેટેગરી વાઈઝ સાત ગણા અથવા તો જીપીએસસી મુજબ પરિણામ આપો. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનએ આ અંગે હાલ કંઈ પણ ફેરફાર કરવાના મૂળમાં નથી.

CBRT પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવે તેવી માગ

આ સમગ્ર બાબતે ઉમેદવારોએ જણાવ્યું હતું કે, GPSC મુજબ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે છે. વધારે ઉમેદવારોને તક મળે તેવું આયોજન કરવાની રજૂઆત કરી હતી. ગુજરાત ગવર્નરમાં કોમ્પ્યુટર બેઝડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.