Disa તાલુકામાં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચુકવણી કરવા માગ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદી કરવામાં આવે છે. પરંતુ એપીએમસીમાં ખરીદી થતા સરકાર દ્વારા શેષની રકમ ન આપતા એપીએમસીનો વહીવટ આર્થિક રીતે ભાગી પડે તેમ છે. આથી સરકાર દ્વારા ગુજરાતની તમામ એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચૂકવણી કરવામાં આવે અથવા અલાયદી ગ્રાન્ટ ફાળવવા માંગ ઉઠી છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માં ખરીફ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી હેતુ નિયત કરેલ નોડલ એજન્સીઓ માર્કેટ ફી બાબતે હજુ પણ સમજંસમાં છે. એપીએમસીઓની મુખ્ય આવકનો સ્ત્રોતએ માર્કેટ ફી છે. તો બજાર સમિતિ ને માર્કેટ ફી ની કોઈ જ આવક થશે નહી. તો બધા સમિતિની વહીવટી માલ મિલકતોની મરામત અને જાળવણી પ્રક્રિયાને ગંભીર અસર પહોંચે તેમજ આ બાબતે સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ કે સહાય બજાર સમિતિને આપવામાં આવતી નથી. જેથી સદર ટેકાના ભાવે નોડલ એજન્સી દ્વારા ખરીદવામાં આવતી ખેંત પેદાશોની બજાર સમિતિના પેટા નિયમ આધીન નિયત માર્કેટ ચૂકવામાં આવે તે બાબતે ગુજરાતની તમામ એપીએમસી દ્વારા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે. ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતોની નોંધણી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાના 12 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસીને રૂ.બે કરોડ ઉપરાંતની શેષની આવકમાં ધટાડો નોંધાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. એપીએમસીને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ ગુજરાતની અનેક એપીએમસીઓની આવક શેષ ની રકમ ઉપર નિર્ભર છે. જેમાં 40 જેટલી એપીએમસીઓ આવકના અભાવે મૃતપાય અવસ્થામાં છે. ત્યારે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરતા એપીએમસીઓને વધુ નુકસાન થવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એપીએમસીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદી કરવામાં આવે છે. પરંતુ એપીએમસીમાં ખરીદી થતા સરકાર દ્વારા શેષની રકમ ન આપતા એપીએમસીનો વહીવટ આર્થિક રીતે ભાગી પડે તેમ છે. આથી સરકાર દ્વારા ગુજરાતની તમામ એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચૂકવણી કરવામાં આવે અથવા અલાયદી ગ્રાન્ટ ફાળવવા માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માં ખરીફ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી હેતુ નિયત કરેલ નોડલ એજન્સીઓ માર્કેટ ફી બાબતે હજુ પણ સમજંસમાં છે. એપીએમસીઓની મુખ્ય આવકનો સ્ત્રોતએ માર્કેટ ફી છે. તો બજાર સમિતિ ને માર્કેટ ફી ની કોઈ જ આવક થશે નહી. તો બધા સમિતિની વહીવટી માલ મિલકતોની મરામત અને જાળવણી પ્રક્રિયાને ગંભીર અસર પહોંચે તેમજ આ બાબતે સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ કે સહાય બજાર સમિતિને આપવામાં આવતી નથી. જેથી સદર ટેકાના ભાવે નોડલ એજન્સી દ્વારા ખરીદવામાં આવતી ખેંત પેદાશોની બજાર સમિતિના પેટા નિયમ આધીન નિયત માર્કેટ ચૂકવામાં આવે તે બાબતે ગુજરાતની તમામ એપીએમસી દ્વારા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે.
ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતોની નોંધણી
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાના 12 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસીને રૂ.બે કરોડ ઉપરાંતની શેષની આવકમાં ધટાડો નોંધાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
એપીએમસીને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ
ગુજરાતની અનેક એપીએમસીઓની આવક શેષ ની રકમ ઉપર નિર્ભર છે. જેમાં 40 જેટલી એપીએમસીઓ આવકના અભાવે મૃતપાય અવસ્થામાં છે. ત્યારે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરતા એપીએમસીઓને વધુ નુકસાન થવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એપીએમસીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.