Dholka ના લક્ષ્મીપુરા ગામના ખેડૂતો વિર્ફ્યા : રસ્તા પર ઊતરી ઓવરલોડ ડમ્પર
ધોળકા તાલુકાના ગુંદી, લોથલ લક્ષ્મીપુરા સરગવાળા ગામને જોડતો માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલત છે. ત્યારે આ ગામોના ખેડૂતોએ ઓવરલોડ માટી, રેતી, કપચી ભરેલા ડમ્પર નીકળતા હોઈ અકસ્માતનો સતત ભય રહે છે. બિસ્માર રોડને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માત થતા રહે છે.જેના કારણે રવિવારે બપોરે રોષે ભરાયેલા ખેડૂતોએ રવિવારે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સત્વરે આ માર્ગ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ધોળકાના ઐતિહાસિક લોથલ જવાના માર્ગની બિસ્માર હાલતથી લોકો પરેશાન છે. ગુંદી, લોથલ, લક્ષ્મીપુરા અને સરગવાળાનો રોડ ખાડાઓથી ભરેલો છે. નાના બાઇક જેવા વાહનો ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે આ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ ઓવરલોડ માટી, રેતી કપચી ભરી જતા ડમ્પરો રોકી ઉગ્ર વિરોધ નોંધાવી આ માર્ગ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. પાછલા ઘણા સમયથી આ માર્ગ અતિ બિસ્માર રોડ માથાના દુઃખાવા સમાન બન્યો છે. ત્યારે આ માર્ગ નવો બનાવવા માટે માંગ કરવામાં આવી છે. અને જો થોડા દિવસોમાં માર્ગનું નવિનીકરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોળકા તાલુકાના ગુંદી, લોથલ લક્ષ્મીપુરા સરગવાળા ગામને જોડતો માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલત છે. ત્યારે આ ગામોના ખેડૂતોએ ઓવરલોડ માટી, રેતી, કપચી ભરેલા ડમ્પર નીકળતા હોઈ અકસ્માતનો સતત ભય રહે છે. બિસ્માર રોડને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માત થતા રહે છે.
જેના કારણે રવિવારે બપોરે રોષે ભરાયેલા ખેડૂતોએ રવિવારે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સત્વરે આ માર્ગ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ધોળકાના ઐતિહાસિક લોથલ જવાના માર્ગની બિસ્માર હાલતથી લોકો પરેશાન છે. ગુંદી, લોથલ, લક્ષ્મીપુરા અને સરગવાળાનો રોડ ખાડાઓથી ભરેલો છે. નાના બાઇક જેવા વાહનો ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે આ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ ઓવરલોડ માટી, રેતી કપચી ભરી જતા ડમ્પરો રોકી ઉગ્ર વિરોધ નોંધાવી આ માર્ગ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. પાછલા ઘણા સમયથી આ માર્ગ અતિ બિસ્માર રોડ માથાના દુઃખાવા સમાન બન્યો છે. ત્યારે આ માર્ગ નવો બનાવવા માટે માંગ કરવામાં આવી છે. અને જો થોડા દિવસોમાં માર્ગનું નવિનીકરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.