Devbhumi Dwarka: તહેવારોમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું, 'બરડા જંગલ સફારી'નો શુભારંભ

દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા 'બરડા જંગલ સફારી' ફેઝ-1નો વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ધનતેરસના પાવન પર્વે શુભારંભ કરવામાં આવ્યો. સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક કપુરડી નેશ પાસે તેમજ પ્રવેશદ્વારથી 27 કિલોમીટરની સફારી રહેશે. જોકે બરડા ડુંગર વચ્ચે આવેલા કીલેશ્વર મંદિરના દર્શન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જ આશરે 192 ચોરસ કિ.મી. વિસ્તાર અભયારણ્ય માટે આરક્ષિત આ અભયારણ્યમાં 368 વનસ્પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ 54 ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છે. સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્યજીવોનું રહેઠાણ. બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 09 ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે. બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ- પક્ષીઓ લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે. જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે. બરડા જંગલ સફારી ફેઝ-1ની રોમાંચક સફર બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિ નિહાળવાની અનોખી તક આપે છે. વધુમાં, સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે. બરડા અભયારણ્યની ભૌગોલિક પરિસ્થિતિ બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે 215 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે. અભયારણ્ય જવા માટેના મુખ્ય માર્ગ આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઈથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી 170 કિ.મી. અને અમદાવાદથી 430 કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. વધુમાં, આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન 40 કિ.મી. અને જામનગર 82 કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગથી પણ સંકળાયેલો છે. આ બરડા અભયારણ્યની પ્રવાસીઓ સવારે 06 કલાકથી સાંજે 04 વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. 16 ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. 01 માર્ચ થી 15 જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે 16 જૂનથી 15 ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહેશે. પ્રવાસીઓ માટે નજીકના મુખ્ય પ્રવાસન સ્થળો બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. એશિયાઈ સિંહોના આ નવા આવાસ સ્થાનના સફર માટે બરડાના જીવંત ડુંગરો અને નદી કિનારાના નયનરમ્ય સૌંદર્યમાં ખોવાઈ જવા માટે થઈ જાવ તૈયાર, બરડા વન્યજીવ અભયારણ્ય સમૃદ્ધ જૈવવિવિધતાની યાદગાર મુલાકાત બની જશે.

Devbhumi Dwarka: તહેવારોમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું, 'બરડા જંગલ સફારી'નો શુભારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા 'બરડા જંગલ સફારી' ફેઝ-1નો વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ધનતેરસના પાવન પર્વે શુભારંભ કરવામાં આવ્યો.

સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક કપુરડી નેશ પાસે તેમજ પ્રવેશદ્વારથી 27 કિલોમીટરની સફારી રહેશે.


જોકે બરડા ડુંગર વચ્ચે આવેલા કીલેશ્વર મંદિરના દર્શન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જ આશરે 192 ચોરસ કિ.મી. વિસ્તાર અભયારણ્ય માટે આરક્ષિત આ અભયારણ્યમાં 368 વનસ્પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ 54 ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છે. સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્યજીવોનું રહેઠાણ.

બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ

આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 09 ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.

બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ- પક્ષીઓ

લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે. જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે.


આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.

બરડા જંગલ સફારી ફેઝ-1ની રોમાંચક સફર

બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિ નિહાળવાની અનોખી તક આપે છે.

વધુમાં, સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.

બરડા અભયારણ્યની ભૌગોલિક પરિસ્થિતિ

બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે 215 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.

અભયારણ્ય જવા માટેના મુખ્ય માર્ગ

આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઈથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી 170 કિ.મી. અને અમદાવાદથી 430 કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.

વધુમાં, આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન 40 કિ.મી. અને જામનગર 82 કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગથી પણ સંકળાયેલો છે. આ બરડા અભયારણ્યની પ્રવાસીઓ સવારે 06 કલાકથી સાંજે 04 વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. 16 ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. 01 માર્ચ થી 15 જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે 16 જૂનથી 15 ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહેશે.

પ્રવાસીઓ માટે નજીકના મુખ્ય પ્રવાસન સ્થળો

બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. એશિયાઈ સિંહોના આ નવા આવાસ સ્થાનના સફર માટે બરડાના જીવંત ડુંગરો અને નદી કિનારાના નયનરમ્ય સૌંદર્યમાં ખોવાઈ જવા માટે થઈ જાવ તૈયાર, બરડા વન્યજીવ અભયારણ્ય સમૃદ્ધ જૈવવિવિધતાની યાદગાર મુલાકાત બની જશે.