Deesa: જુનાડીસામાં યુવક પર ધારીયા અને તલવાર વડે જીવલેણ હુમલો કરાયો

Apr 14, 2026 - 02:00
Deesa: જુનાડીસામાં યુવક પર ધારીયા અને તલવાર વડે જીવલેણ હુમલો કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે યુવક પર જીવલેણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. એક સાપ્તાહિકના તંત્રી હનીફ મહંમદ સીકંદરખાન ઘાસુરા પર પેપરમાં પોસ્ટ મુદ્દે કેટલાક ઈસમોએ ધારીયા, તલવાર અને લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતાં વિસ્તારમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ તારીખ 10 એપ્રિલ 2026 ના રોજ સાંજના સમયે હનીફ મહંમદ ઘાસુરાના દિકરા મહમંદ સહજાદખાન બજારમાં ગયા હતા ત્યારે ગામનો શાહનવાજ ઉર્ફે અતાડો બાબુભાઈ શેખે તેને રોકી તેમના પિતા સામે ગામમાં વેચાતા ડ્રગ્સ અને વિદેશી દારૂના મુદ્દે પેપરમાં પોસ્ટ ન કરવા બાબતે ધમકી આપી હતી બાદમાં રાત્રે આશરે 10 વાગ્યાના સમયે આરોપી અતાડો તેના સાથીઓના ટોળા સાથે હનીફ મહંમદના ઘરે પહોંચી ગાળો બોલી પથ્થરમારો કર્યો હતો. પરિવારજનો બહાર આવતા આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને હનીફ મહંમદને ઘરની બહાર ખેંચી જઈ ધારીયા અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમના માથા અને આંખ નજીક ગંભીર ઈજાઓ પહોંચી હતી. વચ્ચે પડેલા તેમના દિકરા સહજાદખાનને પણ લોખંડની પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં આરોપીઓ તરીકે શાહનવાજ ઉર્ફે અતાડો બાબુ શેખ, વસીમ બાબુ શેખ, તેમજ વસીમ અને અચુ લાલા શેખના નામ જોગ અને ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. ધટના બાદ આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં ફરિયાદી દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0