Dahod News: દેવગઢબારીઆ પાલિકાના મીટિંગ હોલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ઓડિટની કામગીરી વચ્ચે અફરાતફરી

Apr 29, 2026 - 21:30
Dahod News: દેવગઢબારીઆ પાલિકાના મીટિંગ હોલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ઓડિટની કામગીરી વચ્ચે અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરપાલિકા ભવનમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પાલિકાના મીટિંગ હોલમાં હાઈવોલ્ટેજને કારણે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. સદનસીબે ફાયર વિભાગની તત્પરતાને કારણે એક મોટી હોનારત ટળી છે અને કચેરીના મહત્વના દસ્તાવેજો સુરક્ષિત બચાવી લેવાયા છે.

ઓડિટની કામગીરી દરમિયાન લાગી આગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, દેવગઢબારીઆ નગરપાલિકામાં હાલ ઓડિટની કામગીરી ચાલી રહી છે, જેને લઈને મીટિંગ હોલમાં વહીવટી પ્રક્રિયાઓ શરૂ હતી. આ દરમિયાન અચાનક વીજ પ્રવાહમાં વધઘટ થતા એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડો સમગ્ર હોલમાં ફેલાઈ જતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

ફાયર વિભાગે રેકોર્ડ સુરક્ષિત બચાવ્યા

ઘટનાની જાણ થતા જ દેવગઢબારીઆ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. નગરપાલિકાના અગત્યના રેકોર્ડ અને દસ્તાવેજો જે હોલની નજીક હતા, તેને ફાયર વિભાગ અને કર્મચારીઓની મદદથી સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એસી અને ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.


આ પણ વાંચો - Gujarat local body election result 2026: દાહોદમાં લોહિયાળ જંગ, વિજય સરઘસમાં ભાજપના વિજેતા ઉમેદવાર પર જીવલેણ હુમલો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0