Dahod:પીપલોદમાં રસ્તા, સફાઈ સહિતની સમસ્યાથી ગ્રામજનો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ ગામ ખાતે બજાર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે, ગ્રામપંચાયત દ્વારા રોડ, રસ્તા, પાણી, વીજળી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરાતું નહીં હોઈ ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે.
પીપલોદ ગામનો વહીવટ ગ્રામપંચાયત હસ્તક છે, ઘણા મકાન માલિકોના ઘરવેરા હજુ પણ બાકી છે, છતાંય ગ્રામપંચાયત દ્વારા કડકાઈથી ઉઘરાણી કરાતી નથી. પરિણામે પંચાયતની આવક પર તેની અસર પડી રહી છે, પરીણામે પંચાયત પ્રજાલક્ષી કામ કરી શકતી નથી. હાલ બજાર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે, સમયસર પાણી આવતું નથી, પાણીના કનેકશનમાં લીકેજ છે, સાફ્સફાઈ થતી નથી,જે અંગે રજુઆત કરાતા પંચાયત દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે તલાટીના કહેવા મુજબ હાલ ચોમાસામાં ચાલુ વરસાદના કારણે સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કામગીરી કરવી અઘરી હોવાથી તેમજ અમુક જગ્યાએ નવી એલઈડી લાઈટ નાખવાની હોઈ સ્ટ્રીટ લાઈટ બંધ હતી. જે કામગીરી ગઈકાલથી ચાલુ કરી દેવાઈ છે. જ્યારે વહેલી સવારે ટ્રેક્ટરમાં કચરો ભરીને ડમ્પીંગ સાઈટ ઉપર ખાલી કરાઈ રહ્યો છે.
What's Your Reaction?






