CM Bhupendra Patel આવતીકાલે મુંબઈ ચૂંટણી પ્રવાસે જશે, વાંચો ફુલ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તા. 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત મુખ્યમંત્રી મુંબઈ મહાનગરમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે ૧૦ વાગ્યે દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે "ચાય પે ચર્ચા" માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. ચાર સભાનું આયોજન તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ-વાર્તાલાપ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે.આ જન સભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના છે. ગુજરાતીઓને મળશે ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં શનિવારે સાંજે વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં મહાડા ગ્રાઉન્ડ, ઓશીવારા મેટ્રો સ્ટેશન જોગેશ્વરી વેસ્ટમાં આયોજિત સભામાં સંબોધન કરશે.ત્યારબાદ તેઓ અંધેરી વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે. રાત્રે ગાંધીનગર પરત ફરશે મુખ્યમંત્રી આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે.મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાન સભાની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત એક જ દિવસમાં ચાર જન સભાઓને સંબોધન કરીને શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે. 

CM Bhupendra Patel આવતીકાલે મુંબઈ ચૂંટણી પ્રવાસે જશે, વાંચો ફુલ સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તા. 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત મુખ્યમંત્રી મુંબઈ મહાનગરમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે ૧૦ વાગ્યે દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે "ચાય પે ચર્ચા" માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.

ચાર સભાનું આયોજન

તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ-વાર્તાલાપ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે.આ જન સભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના છે.

ગુજરાતીઓને મળશે

ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં શનિવારે સાંજે વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં મહાડા ગ્રાઉન્ડ, ઓશીવારા મેટ્રો સ્ટેશન જોગેશ્વરી વેસ્ટમાં આયોજિત સભામાં સંબોધન કરશે.ત્યારબાદ તેઓ અંધેરી વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે.

રાત્રે ગાંધીનગર પરત ફરશે

મુખ્યમંત્રી આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે.મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાન સભાની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત એક જ દિવસમાં ચાર જન સભાઓને સંબોધન કરીને શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.