Chhotaudepurમાં પૂર્વ મંત્રીએ દિવાળીમાં ચાલુ કરેલી પ્રથા આજે પણ પુત્રએ યથાવત રાખી
છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના સિનિયર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના નિવાસ સ્થાને 60 વર્ષથી ચાલતી પરંપરા મુજબ વિસ્તારના લોકો નવા વર્ષે પૂર્વ ધારાસભ્યના નિવાસ સ્થાન ઉમરવા ખાતે આવે છે અને આશીર્વાદ મેળવે છે તેમજ સાથે શુકનનો રૂપિયા 10નો સિક્કો લઈ જાય છે આ પરંપરા આજે પણ તેમના પુત્ર અને છોટાઉદેપરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જાળવી રાખી છે. પરંપરા હજી યથાવત છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવા દ્વારા 60 વર્ષથી પરંપરા બનાવવામાં આવી છે. જે નવા વર્ષે હજારોની સંખ્યામાં તેમના મતવિસ્તારના લોકો ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નિવાસ સ્થાને આવે છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે અને સાથે 10 રૂપિયાનો સિક્કો તેમના ધારાસભ્ય તરફથી આપવામાં આવે છે આ સિક્કાને લોકો ધારાસભ્યનો પ્રેમ સમજી સ્વીકારે છે અને સિક્કાને મંદિરમાં મૂકી તેની પૂજા પણ કરે છે. પુત્રએ પ્રથા રાખી યથાવત નવા વર્ષે હજારો લોકો તેમના નિવસસ્થાને આવે છે આખો દિવસ લોકો શુભેચ્છા પાઠવા આવતા હોય છે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પાડેલી પ્રથા આજે તેમના પુત્ર અને હાલના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ જાળવી રાખી છે આજે પણ લોકો એ જ ઉત્સાહ સાથે ધારાસભ્યના નિવાસસ્થાને આવે છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે અને સાથે શુકનનો 10 રૂપિયાનો સિક્કો લઇને જાય છે,વર્ષોથી પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ બનાવેલી પરંપરા હજુ પણ ચાલી રહી છે અને તેમના દીકરા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેને આગળ ધપાવી રહ્યા છે. કેમ સિક્કો શુકન પેટે આપવામાં છેધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે, દિવાળીનું મહત્વ અને ધનની પૂજા કરવી એ આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ છે. તેની જાણકારી લોકોને મળે. ધનનું લોકો સમ્માન કરે તે આશયથી પિતાએ આ પ્રેરણા પૂરી પાડી હતી. જે આ પરંપરા વર્ષોથી ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા નિભાવી રહ્યા છે. બેસતા વર્ષના દિવસે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહને મળવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. જે લોકો મળવા આવે એમને રુ. 10 નો શુકનનો સિક્કો મળે જ છે. લોકો મોહનસિંહને મળવાનો એક મોકો પણ ચૂકતા નથી. આ સિક્કાને શુકનનો સિક્કો ગણી લોકો આને પૂજા સ્થાને મૂકતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -