Chhota Udepurમાં હિટ એન્ડ રન, બાઇકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. પાવી જેતપુર તાલુકાના કલારાણી ગામ નજીક એક બાઇકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત ઘટના કલારાણી ગામ નજીક બની હતી.
બાઈકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત
મૃતક યુવક પોતાના બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે એક ઝડપી અને બેકાબૂ વાહને તેને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ વાહનચાલક ત્યાં રોકાયા વગર સીધો જ ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી હતી. આ પ્રકારની હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. પોલીસે આરોપીને વહેલી તકે પકડી પાડી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી.
What's Your Reaction?






