BZ Groupના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં CID ક્રાઇમ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ
ધરપકડથી બચવા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવાતિયા મારી રહ્યો છે અને હજી પણ તે પોલીસ ચોપડે ફરાર છે પોલીસ પણ આરોપીને ઝડપી શકી નથી ત્યારે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ અરજી પણ સુનાવણી કરવામાં આવશે,ઝાલાને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.નનામી અરજી પર આ રીતે કાર્યવાહી ન કરવા ઉલ્લેખ કરાયો છે.CID ક્રાઇમ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ કોર્ટમાં એફિડેવિટ કરશે અને કોર્ટમાં સુનાવણી પણ થશે થોડાક દિવસો અગાઉ કોર્ટમાં સુનાવણી ટળી હતી અને આજની તારીખ આપવામાં આવી હતી,કેસની તપાસમાં સહકાર આપશે તેવો અરજીમાં ઉલ્લેખ પણ કરાયો છે,તો અરજીમાં દાદ કરાયો છે કે,ધરપકડ ના થાય અને આગોતરા જામીન મળી જાય,આ ભૂપેન્દ્રસિંહ ઝાલા 6000 કરોડનું કૌંભાડ કરીને ફરાર થઈ ગયો છે,અને હજી પોલીસના ચોપડે તે ફરાર જ છે. શું છે સમગ્ર મામલો કૌભાંડી ઝાલા અને ટોળકીએ એકના ડબલ કરી આપવાની લાલચ આપીને ઉત્તર ગુજરાતના શિક્ષકોથી માંડી ક્રિકેટરો અને પોલીસકર્મીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તેનું અલગ અલગ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણના બદલામાં વિદેશના પ્રવાસથી લઈને મોંઘીદાટ ગાડીઓ વળતર સ્વરૂપે આપતો હોવાના કિસ્સા ધ્યાને આવ્યા હતા. તપાસ એજન્સીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રિઝ કરી મિલકતો ટાંચમાં લીધી છે. ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. તેણે કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી છે. 70થી વધુ લોકોના નિવેદન રેકોર્ડ પર લીધા જોકે હવે આ સમગ્ર મુદ્દે CID ક્રાઈમે આ મામલે તપાસ તેજ કરીને સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં ભોગ બનનારના કુલ 70થી વધુ લોકોના નિવેદન રેકોર્ડ પર લીધા હોવાનું CID ક્રાઈમના સિનિયર અધિકારીએ સત્તાવાર રીતે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાગેડુ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ નજીકના દિવસોમાં વધુ મજબૂતાઈથી પગલાં ભરવાની કવાયત પણ તપાસ એજન્સી હાથ ધરી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધરપકડથી બચવા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવાતિયા મારી રહ્યો છે અને હજી પણ તે પોલીસ ચોપડે ફરાર છે પોલીસ પણ આરોપીને ઝડપી શકી નથી ત્યારે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ અરજી પણ સુનાવણી કરવામાં આવશે,ઝાલાને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.નનામી અરજી પર આ રીતે કાર્યવાહી ન કરવા ઉલ્લેખ કરાયો છે.
CID ક્રાઇમ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ
આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ કોર્ટમાં એફિડેવિટ કરશે અને કોર્ટમાં સુનાવણી પણ થશે થોડાક દિવસો અગાઉ કોર્ટમાં સુનાવણી ટળી હતી અને આજની તારીખ આપવામાં આવી હતી,કેસની તપાસમાં સહકાર આપશે તેવો અરજીમાં ઉલ્લેખ પણ કરાયો છે,તો અરજીમાં દાદ કરાયો છે કે,ધરપકડ ના થાય અને આગોતરા જામીન મળી જાય,આ ભૂપેન્દ્રસિંહ ઝાલા 6000 કરોડનું કૌંભાડ કરીને ફરાર થઈ ગયો છે,અને હજી પોલીસના ચોપડે તે ફરાર જ છે.
શું છે સમગ્ર મામલો
કૌભાંડી ઝાલા અને ટોળકીએ એકના ડબલ કરી આપવાની લાલચ આપીને ઉત્તર ગુજરાતના શિક્ષકોથી માંડી ક્રિકેટરો અને પોલીસકર્મીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તેનું અલગ અલગ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણના બદલામાં વિદેશના પ્રવાસથી લઈને મોંઘીદાટ ગાડીઓ વળતર સ્વરૂપે આપતો હોવાના કિસ્સા ધ્યાને આવ્યા હતા. તપાસ એજન્સીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રિઝ કરી મિલકતો ટાંચમાં લીધી છે. ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. તેણે કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી છે.
70થી વધુ લોકોના નિવેદન રેકોર્ડ પર લીધા
જોકે હવે આ સમગ્ર મુદ્દે CID ક્રાઈમે આ મામલે તપાસ તેજ કરીને સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં ભોગ બનનારના કુલ 70થી વધુ લોકોના નિવેદન રેકોર્ડ પર લીધા હોવાનું CID ક્રાઈમના સિનિયર અધિકારીએ સત્તાવાર રીતે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાગેડુ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ નજીકના દિવસોમાં વધુ મજબૂતાઈથી પગલાં ભરવાની કવાયત પણ તપાસ એજન્સી હાથ ધરી શકે છે.