Botadના હીરા કારીગરો તેમજ વેપારીઓ દાદાના શરણે,પદયાત્રા યોજી સાળંગપુરમાં કરશે ધ્વજારોહણ
બોટાદમાં હીરાના વેપારીઓ હનુમાનજીના શરણે બોટાદથી સાળંગપુર સુધી DJના તાલે પદયાત્રા મંદી દૂર થાય તેવી પ્રાર્થના સાળંગપુર મંદિરમાં કરશે ગુજરાતના હીરા બજારમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે,ત્યારે મંદીના માહોલ વચ્ચે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્રારા બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રા યોજી છે,આ પદયાત્રા બોટાદથી નિકળી છે અને સાળંગપુર પહોંચશે,ત્યારબાદ દાદાના દર્શન કરી ધ્વજારોહણ કરાશે.હીરા ઉદ્યોગમાં ઘણાં લાંબા સમયથી મંદી છે જેના કારણે દાદાને પ્રાર્થના કરવામાં આવશે.હીરાના ધંધાને લગતા લોકો જોડાયા યાત્રામા બોટાદના હીરા વેપારીઓ દ્રારા આજે શનિવારના રોજ બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.હીરા વેપારી, કારખાનાના માલિકો, રત્નકલાકારો આ યાત્રામાં જોડાયા છે.આ યાત્રા બોટાદથી નિકળી ગઈ છે અને સાળંગપુર હનુમાન મંદિર પર આજે ધજા ચઢાવાશે અને દાદાને પ્રાર્થના કરાશે કે આ મંદીનો માહોલ હીરા બજારમાથી દૂર થાય. બોટાદમાં આવેલુ હીરા બજાર ગુજરાતમાં સુરત એ પહેલા નંબરનું હીરા બજાર છે અને ત્યારબાદ બોટાદમાં પણ નાનુ એવુ હીરા બજાર આવેલુ છે,હાલ ગુજરાતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.હીરા ઉદ્યોગમાં સતત મંદીના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હવે ભગવાનના શરણે પહોંચ્યા છે.પદયાત્રામાં હીરાના વેપારી ,હીરાના કારખાનાના માલિકો ,રત્નકલાકાર તેમજ હીરાની લે વેચ કરનાર દલાલ ભાઈઓ જોડાયા છે.હીરા ઉદ્યોગમા સતત બે વર્ષથી મંદીના કારણે લાખો લોકો પરેશાન છે.બોટાદ જિલ્લામાં 1200થી 1500 હીરાના કારખાનામાં 70 હજાર જેટલા પરિવાર ચલાવે છે પોતાનું ગુજરાન.સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં મંદીનો માહોલ છે. જેને લઇને દિવાળી પહેલા જ રજાઓ જોવા મળી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઇને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સુરત જિલ્લામાં વધુ એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિત ભાઈ ભૂપતભાઇ જોગાણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બોટાદમાં હીરાના વેપારીઓ હનુમાનજીના શરણે
- બોટાદથી સાળંગપુર સુધી DJના તાલે પદયાત્રા
- મંદી દૂર થાય તેવી પ્રાર્થના સાળંગપુર મંદિરમાં કરશે
ગુજરાતના હીરા બજારમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે,ત્યારે મંદીના માહોલ વચ્ચે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્રારા બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રા યોજી છે,આ પદયાત્રા બોટાદથી નિકળી છે અને સાળંગપુર પહોંચશે,ત્યારબાદ દાદાના દર્શન કરી ધ્વજારોહણ કરાશે.હીરા ઉદ્યોગમાં ઘણાં લાંબા સમયથી મંદી છે જેના કારણે દાદાને પ્રાર્થના કરવામાં આવશે.
હીરાના ધંધાને લગતા લોકો જોડાયા યાત્રામા
બોટાદના હીરા વેપારીઓ દ્રારા આજે શનિવારના રોજ બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.હીરા વેપારી, કારખાનાના માલિકો, રત્નકલાકારો આ યાત્રામાં જોડાયા છે.આ યાત્રા બોટાદથી નિકળી ગઈ છે અને સાળંગપુર હનુમાન મંદિર પર આજે ધજા ચઢાવાશે અને દાદાને પ્રાર્થના કરાશે કે આ મંદીનો માહોલ હીરા બજારમાથી દૂર થાય.
બોટાદમાં આવેલુ હીરા બજાર
ગુજરાતમાં સુરત એ પહેલા નંબરનું હીરા બજાર છે અને ત્યારબાદ બોટાદમાં પણ નાનુ એવુ હીરા બજાર આવેલુ છે,હાલ ગુજરાતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.હીરા ઉદ્યોગમાં સતત મંદીના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હવે ભગવાનના શરણે પહોંચ્યા છે.પદયાત્રામાં હીરાના વેપારી ,હીરાના કારખાનાના માલિકો ,રત્નકલાકાર તેમજ હીરાની લે વેચ કરનાર દલાલ ભાઈઓ જોડાયા છે.હીરા ઉદ્યોગમા સતત બે વર્ષથી મંદીના કારણે લાખો લોકો પરેશાન છે.બોટાદ જિલ્લામાં 1200થી 1500 હીરાના કારખાનામાં 70 હજાર જેટલા પરિવાર ચલાવે છે પોતાનું ગુજરાન.
સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં મંદીનો માહોલ છે. જેને લઇને દિવાળી પહેલા જ રજાઓ જોવા મળી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઇને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સુરત જિલ્લામાં વધુ એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિત ભાઈ ભૂપતભાઇ જોગાણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.