Bopalમાં વિદ્યાર્થીની હત્યા કરી વિરેન્દ્રસિંહ પઢેરીયા કેવી રીતે પહોંચ્યો પંજાબ, Special Story

10 નવેમ્બરના રોજ માઈકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર ઘટનામાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા છે,વિરેન્દ્રસિંહ પઢેરીયા હત્યા કરીને કેવી રીતે પંજાબ સુધી પહોંચ્યો તે જાણીને તમે પણ ચૌંકી જશો,વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી. પોલીસે પહેલા રોડ પરના સીસીટીવી જોયા સૌ પ્રથમ હત્યા થઈ અને ત્યારબાદ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી પછી પોલીસે આસપાસના સીસીટીવી જોયા પણ બોપલ પોલીસને આ બાબતે કોઈ કડી મળી નહી,આ સમગ્ર ઘટના એક થી બે દિવસ ચાલી પણ પોલીસની મહેનત કામે લાગી નહી ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવે છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ ગુનાનો ભેદ ઉકેલી શકતી નથી અને આરોપી સુધી પહોંચી શકતી નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘટનામાં જંપ લાવ્યું બોપલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ બન્નેએ મહેનત કરી પણ સફળતા મળી નહી,ત્યારે આ સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જંપલાવે છે અને તેમને સફળતા મળે છે,ત્યારે સૌ પ્રથમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ચાર રસ્તાના સીસીટીવી ચેક કર્યા છે જેમાં સામે આવે છે કે બ્લેક કલરની કાર જે હેરીયર કાર છે અને આરોપી વિરેન્દ્રસિંહ તે કાર લઈને નિકળ્યો છે,બે થી ત્રણ સીસીટીવી એવા છે કે જેમાં એક જ કાર દેખાય છે અને તેના આધારે ક્રાઈમને ખબર પડે છે કે આ કાર આરોપીની હોઈ શકે છે,ત્યારે જયાં હત્યા થઈ ત્યાંથી 300 કિમી દૂર જ આરોપીનું ઘર છે અને આરોપી ઘરે કાર મૂકીને નિકળી જાય છે. આરોપીએ ઘરે કાર મૂકી અને ફલેટમાં પૂછપરછ કરી પોલીસે સમગ્ર ઘટનામાં પોલીસ કાર સુધી પહોંચી જાય છે અને નંબર પ્લેટ વગરની કાર મળી આવે છે,પોલીસ ફલેટના સ્થાનિકોની પૂછપરછ કરે છે ત્યારે ખબર પડે છે કે આ કાર તો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયાની છે અને તેઓ તો સરખેજ પોલીસમાં ફરજ બજાવી રહ્યાં છે,આવી વાત સાંભળીને પોલીસના પગ જમીન પરથી સરકી જાય છે. આરોપી ઘરે કાર મૂકીને અન્ય કાર લઈને પંજાબ નિકળે છે સમગ્ર ઘટનાને અંજામ આપીને આરોપી ભાડે કાર લઈને પંજાબ તરફ નિકળે છે,પોલીસે આરોપીનો નંબર મેળવ્યો અને ચેક કર્યુ કે આ કોન્સ્ટેબલ સરખેજ પોલીસમાં ફરજ બજાવે છે,તો ખબર પડી કે આરોપી સરખેજ પોલીસમાં ફરજ બજાવે છે અને આરોપી રાત્રે જ ભાડાની કાર લઈને પંજાબ તરફ નિકળી જાય છે અને તેની સાથે અન્ય એક વ્યકિત પણ છે જેનું નામ દિનેશ ઉર્ફે ડીકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે,ત્યારે ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર વાત ઉચ્ચ અધિકારીઓને જણાવે છે અને તમામ માહિતી આપે છે. અધિકારીની સૂચનાથી એક ટીમ પંજાબ જવા રવાના થઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ એક ટીમ પંજાબ જવા નિકળી જાય છે,મોબાઈલના લોકેશનના આધારે પોલીસે પહોંચે છે અને એક વ્યકિતની પૂછપરછ કરે છે અને તે વ્યકિત એટલે આરોપી તો આરોપીને બીક લાગી હતી અને તેની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવે છે અને પોલીસની ટીમ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે કે કોન્સ્ટેબલે હત્યા કરી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ઘટના મીડિયા સુધી પહોંચે છે અને ગુનો ડિટેકટ થઈ જાય છે. પોલીસની ટીમ આરોપીને લઈ ક્રાઈમબ્રાન્ચ પહોંચે છે 14 નવેમ્બરના રોજ પોલીસની ટીમ આરોપીને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચે છે અને આરોપીને લોકઅપ મૂકે છે અને ત્યારબાદ સમગ્ર ઘટના કંઈ રીતે બની તેને લઈ પૂછપરછ કરે છે,આ કેસમાં આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવે છે અને ત્યારબાદ બોપલ પોલીસને આરોપી સોંપવામાં આવે છે,ત્યારે આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવે છે અને આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાંન્ડની માંગ કરવામાં આવશે.

Bopalમાં વિદ્યાર્થીની હત્યા કરી વિરેન્દ્રસિંહ પઢેરીયા કેવી રીતે પહોંચ્યો પંજાબ, Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

10 નવેમ્બરના રોજ માઈકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર ઘટનામાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા છે,વિરેન્દ્રસિંહ પઢેરીયા હત્યા કરીને કેવી રીતે પંજાબ સુધી પહોંચ્યો તે જાણીને તમે પણ ચૌંકી જશો,વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી.

પોલીસે પહેલા રોડ પરના સીસીટીવી જોયા

સૌ પ્રથમ હત્યા થઈ અને ત્યારબાદ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી પછી પોલીસે આસપાસના સીસીટીવી જોયા પણ બોપલ પોલીસને આ બાબતે કોઈ કડી મળી નહી,આ સમગ્ર ઘટના એક થી બે દિવસ ચાલી પણ પોલીસની મહેનત કામે લાગી નહી ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવે છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ ગુનાનો ભેદ ઉકેલી શકતી નથી અને આરોપી સુધી પહોંચી શકતી નથી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘટનામાં જંપ લાવ્યું

બોપલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ બન્નેએ મહેનત કરી પણ સફળતા મળી નહી,ત્યારે આ સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જંપલાવે છે અને તેમને સફળતા મળે છે,ત્યારે સૌ પ્રથમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ચાર રસ્તાના સીસીટીવી ચેક કર્યા છે જેમાં સામે આવે છે કે બ્લેક કલરની કાર જે હેરીયર કાર છે અને આરોપી વિરેન્દ્રસિંહ તે કાર લઈને નિકળ્યો છે,બે થી ત્રણ સીસીટીવી એવા છે કે જેમાં એક જ કાર દેખાય છે અને તેના આધારે ક્રાઈમને ખબર પડે છે કે આ કાર આરોપીની હોઈ શકે છે,ત્યારે જયાં હત્યા થઈ ત્યાંથી 300 કિમી દૂર જ આરોપીનું ઘર છે અને આરોપી ઘરે કાર મૂકીને નિકળી જાય છે.


આરોપીએ ઘરે કાર મૂકી અને ફલેટમાં પૂછપરછ કરી પોલીસે

સમગ્ર ઘટનામાં પોલીસ કાર સુધી પહોંચી જાય છે અને નંબર પ્લેટ વગરની કાર મળી આવે છે,પોલીસ ફલેટના સ્થાનિકોની પૂછપરછ કરે છે ત્યારે ખબર પડે છે કે આ કાર તો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયાની છે અને તેઓ તો સરખેજ પોલીસમાં ફરજ બજાવી રહ્યાં છે,આવી વાત સાંભળીને પોલીસના પગ જમીન પરથી સરકી જાય છે.

આરોપી ઘરે કાર મૂકીને અન્ય કાર લઈને પંજાબ નિકળે છે

સમગ્ર ઘટનાને અંજામ આપીને આરોપી ભાડે કાર લઈને પંજાબ તરફ નિકળે છે,પોલીસે આરોપીનો નંબર મેળવ્યો અને ચેક કર્યુ કે આ કોન્સ્ટેબલ સરખેજ પોલીસમાં ફરજ બજાવે છે,તો ખબર પડી કે આરોપી સરખેજ પોલીસમાં ફરજ બજાવે છે અને આરોપી રાત્રે જ ભાડાની કાર લઈને પંજાબ તરફ નિકળી જાય છે અને તેની સાથે અન્ય એક વ્યકિત પણ છે જેનું નામ દિનેશ ઉર્ફે ડીકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે,ત્યારે ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર વાત ઉચ્ચ અધિકારીઓને જણાવે છે અને તમામ માહિતી આપે છે.

અધિકારીની સૂચનાથી એક ટીમ પંજાબ જવા રવાના થઈ હતી

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ એક ટીમ પંજાબ જવા નિકળી જાય છે,મોબાઈલના લોકેશનના આધારે પોલીસે પહોંચે છે અને એક વ્યકિતની પૂછપરછ કરે છે અને તે વ્યકિત એટલે આરોપી તો આરોપીને બીક લાગી હતી અને તેની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવે છે અને પોલીસની ટીમ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે કે કોન્સ્ટેબલે હત્યા કરી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ઘટના મીડિયા સુધી પહોંચે છે અને ગુનો ડિટેકટ થઈ જાય છે.

પોલીસની ટીમ આરોપીને લઈ ક્રાઈમબ્રાન્ચ પહોંચે છે

14 નવેમ્બરના રોજ પોલીસની ટીમ આરોપીને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચે છે અને આરોપીને લોકઅપ મૂકે છે અને ત્યારબાદ સમગ્ર ઘટના કંઈ રીતે બની તેને લઈ પૂછપરછ કરે છે,આ કેસમાં આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવે છે અને ત્યારબાદ બોપલ પોલીસને આરોપી સોંપવામાં આવે છે,ત્યારે આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવે છે અને આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાંન્ડની માંગ કરવામાં આવશે.