Bodeli:પાસેની હરિધામ સોસાયટીમાં દીપડો જોવાયો

Jun 27, 2025 - 04:30
Bodeli:પાસેની હરિધામ સોસાયટીમાં દીપડો જોવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલીથી એક કીમી દૂર ખાંડીવાવ ગામની હદમાં આવેલી હરિધામ સોસાયટીમાં રાત્રે 11:30ના સુમારે એક દીપડો જોવા મળ્યો હતો.

બોડેલી ટાઉનને લગોલગ જ દીપડો આવી પહોંચતા સોસાયટીઓના રહીશોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. બોડેલી જાંબુઘોડા રોડ પર કુમકુમ સીટીની સામે આવેલી હરિધામ સોસાયટીમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જેમાં દીપડાની મુવમેન્ટ દેખાય છે થોડીવારમાં એક ઝરખ ગલીમાંથી નીકળે છે જે દીપડાને જોઇ ઉભી પૂંછડીએ ભાગે છે. હરિધામ સોસાયટીના રહીશોએ વન્ય પશુઓથી રહેણાક વિસ્તારને સુરક્ષિત કરવા માગ કરી છે.

હરિધામ સોસાયટીના રહીશોએ સીસીટીવીમાં જે જોવા મળ્યું તે અંગે વિગત આપતા કહ્યું હતું કે, તા.23 જૂન ના રોજ રાત્રે 11-30 વાગ્યે અમે વન્યપ્રાણી દીપડાનો અવાજ સાંભળી પ્રથમ માળે ગેલેરીમાંથી નીચે જોયું તો તે મકાન માલિકના પ્રવેશ દ્વારના ઉંબરા પાસે જ દીપડો ઉભેલો જોવા મળ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0