Bhuj શહેર અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી
ભુજના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ છે તોફાની પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો CMએ કચ્છ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી કચ્છના ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. જેમાં ભુજ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તેમજ ભુજના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ છે. તોફાની પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે. હવામાન વિભાગની કચ્છમાં ભારે વાવાઝોડાની આગાહીના પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં ઉલ્લેખ કર્યો છે. કચ્છ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તૈયારીઓના પગલાની સમીક્ષા કરી કચ્છ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તૈયારીઓના પગલાની સમીક્ષા કરી છે. તેમજ કચ્છ કલેકટરને સંભવિત વાવાઝોડાના સંદર્ભમાં પગલાં ભરવાની તમામ સત્તાઓ આપી છે. મુખ્યમંત્રી દ્વારા પૂરગ્રસ્ત તમામ વિસ્તારોમાં તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા છે. સર્વે પૂર્ણ થયા બાદ સરકાર રાહત સહાય સંદર્ભે ગંભીરતાથી વિચાર કરશે. એસડીઆરએફના નોમ્સ સહિતના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી સરકાર જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે જમીન ધોવાણ, ઘરવખરીને નુકસાન સહિતના મુદ્દાઓ નુકસાની વળતરમાં આવરી લેવાઈ શકે છે. વાવાઝોડાની સ્થિતિ પગલે આર્મી અને એનડીઆફએફ ટીમ તૈનાત કચ્છમાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં માંડવી, મુંદરા, અબડાસામાં મેઘ કહેર શરૂ છે. માંડવીમાં છેલ્લાં ચોવિસ કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં મુન્દ્રમાં છેલ્લાં 24 કલાકમાં 9 ઈંચ, અબડાસામાં સાડા 6 ઈંચ વરસાદ આવ્યો છે. વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. તેમજ કાંઠાળ ગામોને એલર્ટ કર્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે માંડવીમાં મેધ કહેર જેવી સ્થિતિ છે. તંત્ર દ્વારા 200 લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમજ વાવાઝોડાની સ્થિતિ પગલે આર્મી અને એનડીઆફએફ ટીમ તૈનાત કરાઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભુજના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ છે
- તોફાની પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો
- CMએ કચ્છ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી
કચ્છના ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. જેમાં ભુજ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તેમજ ભુજના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ છે. તોફાની પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે. હવામાન વિભાગની કચ્છમાં ભારે વાવાઝોડાની આગાહીના પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં ઉલ્લેખ કર્યો છે.
કચ્છ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તૈયારીઓના પગલાની સમીક્ષા કરી
કચ્છ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તૈયારીઓના પગલાની સમીક્ષા કરી છે. તેમજ કચ્છ કલેકટરને સંભવિત વાવાઝોડાના સંદર્ભમાં પગલાં ભરવાની તમામ સત્તાઓ આપી છે. મુખ્યમંત્રી દ્વારા પૂરગ્રસ્ત તમામ વિસ્તારોમાં તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા છે. સર્વે પૂર્ણ થયા બાદ સરકાર રાહત સહાય સંદર્ભે ગંભીરતાથી વિચાર કરશે. એસડીઆરએફના નોમ્સ સહિતના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી સરકાર જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે જમીન ધોવાણ, ઘરવખરીને નુકસાન સહિતના મુદ્દાઓ નુકસાની વળતરમાં આવરી લેવાઈ શકે છે.
વાવાઝોડાની સ્થિતિ પગલે આર્મી અને એનડીઆફએફ ટીમ તૈનાત
કચ્છમાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં માંડવી, મુંદરા, અબડાસામાં મેઘ કહેર શરૂ છે. માંડવીમાં છેલ્લાં ચોવિસ કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં મુન્દ્રમાં છેલ્લાં 24 કલાકમાં 9 ઈંચ, અબડાસામાં સાડા 6 ઈંચ વરસાદ આવ્યો છે. વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. તેમજ કાંઠાળ ગામોને એલર્ટ કર્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે માંડવીમાં મેધ કહેર જેવી સ્થિતિ છે. તંત્ર દ્વારા 200 લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમજ વાવાઝોડાની સ્થિતિ પગલે આર્મી અને એનડીઆફએફ ટીમ તૈનાત કરાઇ છે.