Bhuj: કુકમા ગામના તલાટી સહિત વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયો
કચ્છ જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અન્ય એકની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ કરવામાં આવી છે. આ બંને ઉપર કુલ ચાર લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો જે પૈકી એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી 2 લાખની લેતીદેતી દરમિયાન ઝડપાઈ ગયા હતા. એસીબી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા જાહેર કરેલ યાદી અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે કરવામાં આવેલી ફરિયાદને આધારે લાંચ માગવાના આરોપસર કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા તથા આ લેતીદેતીમાં મદદ બદલ નિરવભાઈ વિજયભાઈ પરમારની અટકાયત કરવામાં આવી હતી. એ.સી.બી.ને મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) કુકમા ગામે બસ સ્ટેશન પાસે, ભુજ –કચ્છ ખાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. મકાનની આકારણી દાખલ કરવા અરજી કરી હતી ગુનાની ટુંક વિગત આપતી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામના ફરીયાદીના કુકમા ખાતે આવેલા મકાનની આકારણી દાખલ કરાવા સારૂ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો ત્યારે આરોપીઓએ ફરિયાદી પાસે આ કામ કરી આપવાના અવેજ પેટે રૂપીયા 4 લાખની લાંચની માંગણી કરી હતી અને તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે 2 લાખ આજરોજ (22 સપ્ટેમ્બર, 2024) આપવાનો વાયદો કર્યો હતો. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ભુજનો સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી આરોપી નંબર 1 અને 2ના કહેવાથી લાંચના નાણાં આરોપી નંબર3 નાએ જે નિયમિત રીતે આરોપી 1 અને 2 વતી નાણાં સ્વીકારતા હોય છે તેમણે હેતુલક્ષી વાતચીત કરી, સ્વીકારી ગુનામાં એકબીજાની મદદગારી કરી આરોપી નંબર 1 તથા આરોપી નંબર 3 પકડાઇ ગયા હતા અને આરોપી નંબર 2 જે હજુ મળી આવેલા નથી. આ કામગીરી ટ્રેપિંગ અધિકારી એલ.એસ.ચૌધરીએ પાર પાડી હતી તેમ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) એ.સી.બી.પો.સ્ટે, ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અન્ય એકની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ કરવામાં આવી છે. આ બંને ઉપર કુલ ચાર લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો જે પૈકી એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી 2 લાખની લેતીદેતી દરમિયાન ઝડપાઈ ગયા હતા.
એસીબી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા જાહેર કરેલ યાદી અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે કરવામાં આવેલી ફરિયાદને આધારે લાંચ માગવાના આરોપસર કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા તથા આ લેતીદેતીમાં મદદ બદલ નિરવભાઈ વિજયભાઈ પરમારની અટકાયત કરવામાં આવી હતી. એ.સી.બી.ને મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) કુકમા ગામે બસ સ્ટેશન પાસે, ભુજ –કચ્છ ખાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.
મકાનની આકારણી દાખલ કરવા અરજી કરી હતી
ગુનાની ટુંક વિગત આપતી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામના ફરીયાદીના કુકમા ખાતે આવેલા મકાનની આકારણી દાખલ કરાવા સારૂ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો ત્યારે આરોપીઓએ ફરિયાદી પાસે આ કામ કરી આપવાના અવેજ પેટે રૂપીયા 4 લાખની લાંચની માંગણી કરી હતી અને તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે 2 લાખ આજરોજ (22 સપ્ટેમ્બર, 2024) આપવાનો વાયદો કર્યો હતો. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ભુજનો સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી આરોપી નંબર 1 અને 2ના કહેવાથી લાંચના નાણાં આરોપી નંબર3 નાએ જે નિયમિત રીતે આરોપી 1 અને 2 વતી નાણાં સ્વીકારતા હોય છે તેમણે હેતુલક્ષી વાતચીત કરી, સ્વીકારી ગુનામાં એકબીજાની મદદગારી કરી આરોપી નંબર 1 તથા આરોપી નંબર 3 પકડાઇ ગયા હતા અને આરોપી નંબર 2 જે હજુ મળી આવેલા નથી. આ કામગીરી ટ્રેપિંગ અધિકારી એલ.એસ.ચૌધરીએ પાર પાડી હતી તેમ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) એ.સી.બી.પો.સ્ટે, ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.