Bhujના રેલવે સ્ટેશનને હવાઇમથક જેવું અદ્યતન બનાવવામાં આવશે, કચ્છના રણની બનાવાશે થીમ

જિલ્લા મથક ભુજના રેલવે સ્ટેશનને હવાઇમથક જેવું અદ્યતન બનાવવામાં આવશે જેમા રેલવે મંત્રાલય દ્વારા રેલવે સ્ટેશનની 200 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે.ભુજ રેલવે સ્ટેશનનું કચ્છના રણની થીમ પર અત્યાધુનિક બનવામાં આવશે.વાંચો અમારો સ્પેશિલ રીપોર્ટ. રેલવે સ્ટેશનને ભેટ ભુજને અત્યાધુનિક રેલવે સ્ટેશનની ભેટ મળી છે ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે.સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે.જેમાં રેલવે સ્ટેશનમાં અલગ અલગ આગમન/પ્રસ્થાનના ગેટ સાથે યાત્રી પ્લાઝા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.નવા રેલવે સ્ટેશનમાં દિવ્યાંગજનો માટે સુવિધાઓ ધરાવતું હશે. તમામ સુવિધાઓ હશે ન્યુ રેલવે સ્ટેશન ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ, નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વગેરેની સુવિધાઓ સાથે સ્ટેશનનું ભવન ગ્રીન બિલ્ડિંગ હશે.હાલ ભુજ રેલવે સ્ટેશનનું કામ પ્રગતિમાં છે.કેન્દ્ર સરકાર દ્વારા અદાજીત 200 કરોડના ખર્ચે ભુજ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી ચાલિત વાહનોના સંચાલનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.રેલવે સ્ટેશનમાં મુખ્ય બિલ્ડિંગ લગભગ 970 ચો.મી. અને જેમાં આવવા-જવા માટે પૂરતી જગ્યા, પૂરતી વેઇટિંગ સ્પેશ છે. સોલાર પેનલ લગાવાશે સોલાર પેનલ યુક્ત છત, 3240 ચો.મી. કોન્કોર્સ, 6 મીટર પહોળા 2 ફુટ ઓવર બ્રિજ, 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ,CCTV, EV ચાર્જિંગ સ્ટેશન વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્માર્ટ રેલવે સ્ટેશન નિર્માણ પામશે,કચ્છનું પાટનગર ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે.હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે પશ્ચિમ કચ્છના લોકો તેમજ પ્રવાસીઓને ફાયદો થશે .આ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ગાંધીધામ આવતી તમામ ટ્રેનને ભુજ સુધી લંબાવી શકાશે.સાથેજ હાલમાં ભુજ નલિયા બ્રોડગેજ લાઇન કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે જેથી કચ્છના સરહદી વિસ્તારના ગામો તેમજ કોટેશ્વર , નારાયણ સરોવર જેવા યાત્રા ધામ સાથે રલવે વ્યવહારનો પ્રારંભ થશે.

Bhujના રેલવે સ્ટેશનને હવાઇમથક જેવું અદ્યતન બનાવવામાં આવશે, કચ્છના રણની બનાવાશે થીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લા મથક ભુજના રેલવે સ્ટેશનને હવાઇમથક જેવું અદ્યતન બનાવવામાં આવશે જેમા રેલવે મંત્રાલય દ્વારા રેલવે સ્ટેશનની 200 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે.ભુજ રેલવે સ્ટેશનનું કચ્છના રણની થીમ પર અત્યાધુનિક બનવામાં આવશે.વાંચો અમારો સ્પેશિલ રીપોર્ટ.

રેલવે સ્ટેશનને ભેટ

ભુજને અત્યાધુનિક રેલવે સ્ટેશનની ભેટ મળી છે ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે.સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે.જેમાં રેલવે સ્ટેશનમાં અલગ અલગ આગમન/પ્રસ્થાનના ગેટ સાથે યાત્રી પ્લાઝા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.નવા રેલવે સ્ટેશનમાં દિવ્યાંગજનો માટે સુવિધાઓ ધરાવતું હશે.


તમામ સુવિધાઓ હશે

ન્યુ રેલવે સ્ટેશન ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ, નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વગેરેની સુવિધાઓ સાથે સ્ટેશનનું ભવન ગ્રીન બિલ્ડિંગ હશે.હાલ ભુજ રેલવે સ્ટેશનનું કામ પ્રગતિમાં છે.કેન્દ્ર સરકાર દ્વારા અદાજીત 200 કરોડના ખર્ચે ભુજ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી ચાલિત વાહનોના સંચાલનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.રેલવે સ્ટેશનમાં મુખ્ય બિલ્ડિંગ લગભગ 970 ચો.મી. અને જેમાં આવવા-જવા માટે પૂરતી જગ્યા, પૂરતી વેઇટિંગ સ્પેશ છે.


સોલાર પેનલ લગાવાશે

સોલાર પેનલ યુક્ત છત, 3240 ચો.મી. કોન્કોર્સ, 6 મીટર પહોળા 2 ફુટ ઓવર બ્રિજ, 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ,CCTV, EV ચાર્જિંગ સ્ટેશન વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્માર્ટ રેલવે સ્ટેશન નિર્માણ પામશે,કચ્છનું પાટનગર ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે.હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે પશ્ચિમ કચ્છના લોકો તેમજ પ્રવાસીઓને ફાયદો થશે .આ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ગાંધીધામ આવતી તમામ ટ્રેનને ભુજ સુધી લંબાવી શકાશે.સાથેજ હાલમાં ભુજ નલિયા બ્રોડગેજ લાઇન કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે જેથી કચ્છના સરહદી વિસ્તારના ગામો તેમજ કોટેશ્વર , નારાયણ સરોવર જેવા યાત્રા ધામ સાથે રલવે વ્યવહારનો પ્રારંભ થશે.