Bhavnagar: ગુજરડામાં સુતેલા વૃદ્ધા પર સાવજનો હુમલો
વૃદ્ધ ઉપર સિંહના હુમલાથી ગ્રામજનોમાં ભય ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ભાવનગર ખેસડાયા ગુજરડા ગામે સિંહને લઇ પશુપાલકોમાં પણ ફફડાટ ભાવનગરના ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામે માલઢોરની ઝોંક પાસે સુતેલા એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો. રાત્રિના સમયે બનાવ બનતા ગુજરડા ગામના હરસુરભાઈ રબારીને પ્રથમ ગારીયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગારિયાધારના ગુજરડા ગામે રાત્રીના સમયે એક સિંહ પહોંચ્યો હતો અને એક વૃદ્ધ ઉપર અચાનક હુમલો કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો. સિંહ દ્વારા કરાયેલા હુમલામાં વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં પહેલા ગારિયાધાર ખાતે તેમજ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અચાનક ગામમાં સિંહ આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. માલઢોરની ઝોક પાસે વૃદ્ધા પર હુમલો મળતી વિગતો મુજબ ગારીયાધારના ગુજરડા ગામે રહેતા હરસુરભાઈ ભુરાભાઈ નાગહ (ઉ.વ.64)ગુજરડા ગામે જુના ગામ તળાવ પાસે માલઢોરની ઝોક પાસે રાત્રિના સમયે બહાર સૂઈ રહ્યા હતા તે વખતે ત્યાં એક સિંહ અચાનક આવી ચડ્યો હતો અને રાત્રિના સમયે સુતેલા હરસુરભાઇ ઉપર જીવલેણ હુમલો કરતા માથાના ભાગે તેમને ગંભીર ઇજા થઈ હતી. હરસુરભાઇને પ્રથમ ગારિયાધાર તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગુજરડા ગામે એક સાવજ અચાનક આવી ચડતા ગામમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરડા પંથકમાં નવ જેટલા સિંહો વસવાટ કરી રહ્યાં છે. તેમજ ગુજરડા ગામની સીમમાં અનેક વખત માલ ઢોરનું મારણ કરતા હોય છે. તેવું ગ્રામજનો કહી રહ્યા છે. જ્યારે વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વૃદ્ધ ઉપર સિંહના હુમલાથી ગ્રામજનોમાં ભય
- ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ભાવનગર ખેસડાયા
- ગુજરડા ગામે સિંહને લઇ પશુપાલકોમાં પણ ફફડાટ
ભાવનગરના ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામે માલઢોરની ઝોંક પાસે સુતેલા એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો. રાત્રિના સમયે બનાવ બનતા ગુજરડા ગામના હરસુરભાઈ રબારીને પ્રથમ ગારીયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગારિયાધારના ગુજરડા ગામે રાત્રીના સમયે એક સિંહ પહોંચ્યો હતો અને એક વૃદ્ધ ઉપર અચાનક હુમલો કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો. સિંહ દ્વારા કરાયેલા હુમલામાં વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં પહેલા ગારિયાધાર ખાતે તેમજ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અચાનક ગામમાં સિંહ આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
માલઢોરની ઝોક પાસે વૃદ્ધા પર હુમલો
મળતી વિગતો મુજબ ગારીયાધારના ગુજરડા ગામે રહેતા હરસુરભાઈ ભુરાભાઈ નાગહ (ઉ.વ.64)ગુજરડા ગામે જુના ગામ તળાવ પાસે માલઢોરની ઝોક પાસે રાત્રિના સમયે બહાર સૂઈ રહ્યા હતા તે વખતે ત્યાં એક સિંહ અચાનક આવી ચડ્યો હતો અને રાત્રિના સમયે સુતેલા હરસુરભાઇ ઉપર જીવલેણ હુમલો કરતા માથાના ભાગે તેમને ગંભીર ઇજા થઈ હતી. હરસુરભાઇને પ્રથમ ગારિયાધાર તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ગુજરડા ગામે એક સાવજ અચાનક આવી ચડતા ગામમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરડા પંથકમાં નવ જેટલા સિંહો વસવાટ કરી રહ્યાં છે. તેમજ ગુજરડા ગામની સીમમાં અનેક વખત માલ ઢોરનું મારણ કરતા હોય છે. તેવું ગ્રામજનો કહી રહ્યા છે. જ્યારે વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.