Bhavnagar: ફરિયાદકા ગામે ખનીજ ચોરી કરતા શખ્સો સહિત ત્રણ ટ્રક ઝડપાઈ
ભાવનગર શહેરમાં થઇ રહેલ ખનીજ ચોરી સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રી અધિકારીએ એક જ દિવસમાં ત્રણ જેટલી ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. ભાવનગરના ફરિયાદકા ગામે ગેરકાયદેસર ખનીજ કામ થતું હોવાની મળેલી ફરિયાદના પગલે તપાસ કરવામાં આવતા ખનીજ ચોરી ઝડપાઇ છે. ફરિયાદકા ગામેથી 2 ટ્રકોને ઝડપી વરતેજ પોલીસ મથકમાં સોંપવામાં આવી. બીજી તરફ ભરતનગર પોલીસ મથક વિસ્તારમાંથી રેતી ભરેલ એક ટ્રકને ઝડપી પોલીસ મથકે સોંપવામાં આવી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણેય ટ્રકોને સિઝ કરી કાર્યવાહી કરવામાં આવી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે ખનીજ ટીમની કાર્યવાહી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હડોલ છેલગુડની સાબરમતી નદીમાં કામ કરતા હિટાચી મશીન અને ડમ્પર ટ્રકને મહેસાણા ભૂસ્તર ટીમે ઝડપી લીધા હતા. તેવી જ રીતે મહેસાણા મોટપ નજીકથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતા ડમ્પર ટ્રક અને ઊંઝા હાઇવે પરથી ઓવરલોડ રેતી ભરી જતા ડમ્પર ટ્રકને ખનીજ ટીમે ઝડપી લીધા હતા. આમ બે દિવસમાં એક હિટાચી મશીન, ત્રણ ડમ્પર ટ્રક મળી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ તેના વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લો ખનીજ ચોરીના માફિયા માટે હબ બની ગયો છે.જ્યાં બેફામ રેતી ચોરી જતા વાહનોની દોડધામ હાઇવે પર થઈ રહી છે. સતલાસણા તાલુકાના હડોલ નજીક સાબરમતી નદીમાં રેતી ખોદકામ કરવામાં આવતું હોવાની બાતમી આધારે ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઈન્સ્પેક્ટર યોગીરાજ સિંહ પરમાર થતા જિમી વાણિયા સહિતના લોકો કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યાં જ્યાં નદી પટમાં રેતી ખોદકામ કરતા હિટાચી મશીન અને ખાલી ડમ્પર ટ્રક મળી કુલ 40 લાખનો મુદ્દામાલ ઝડપી લઈ તેને સતલાસણા પોલીસ મથકે મુકાવી દીધો હતો. તમામ વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી બીજી બાજુ મહેસાણા નજીક આવેલા મોટપ ચોકડીથી રોયલ્ટી પાસ વગર અનઅધિકૃત રીતે રેતી ભરી જતા એક ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. તેમજ ઊંઝા હાઈવે પરથી આશરે 7 મેટ્રિક ટન ઓવરલોડ રેતી ભરી જતા ડમ્પર અને ટ્રકને ઝડપી લેવામાં આવ્યા હતા. આમ ખાણ ખનીજ વિભાગે સતલાસણાની સાબરમતી નદીમાંથી 10 લાખનું હિટાચી મશીન, 30 લાખનો ડમ્પર ટ્રક અને મોટપ ચોકડીથી રેતી ભરેલ ડમ્પર કિંમત 30.20 લાખની મતા અને ઊંઝા ખાતેથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ટ્રક થઈ કુલ 1.20 કરોડનો મુદ્દામાલ સ્થાનિક ભૂસ્તર ટીમે જપ્ત કરી તમામ વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેરમાં થઇ રહેલ ખનીજ ચોરી સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રી અધિકારીએ એક જ દિવસમાં ત્રણ જેટલી ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. ભાવનગરના ફરિયાદકા ગામે ગેરકાયદેસર ખનીજ કામ થતું હોવાની મળેલી ફરિયાદના પગલે તપાસ કરવામાં આવતા ખનીજ ચોરી ઝડપાઇ છે.
ફરિયાદકા ગામેથી 2 ટ્રકોને ઝડપી વરતેજ પોલીસ મથકમાં સોંપવામાં આવી. બીજી તરફ ભરતનગર પોલીસ મથક વિસ્તારમાંથી રેતી ભરેલ એક ટ્રકને ઝડપી પોલીસ મથકે સોંપવામાં આવી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણેય ટ્રકોને સિઝ કરી કાર્યવાહી કરવામાં આવી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી.
મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે ખનીજ ટીમની કાર્યવાહી
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હડોલ છેલગુડની સાબરમતી નદીમાં કામ કરતા હિટાચી મશીન અને ડમ્પર ટ્રકને મહેસાણા ભૂસ્તર ટીમે ઝડપી લીધા હતા. તેવી જ રીતે મહેસાણા મોટપ નજીકથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતા ડમ્પર ટ્રક અને ઊંઝા હાઇવે પરથી ઓવરલોડ રેતી ભરી જતા ડમ્પર ટ્રકને ખનીજ ટીમે ઝડપી લીધા હતા. આમ બે દિવસમાં એક હિટાચી મશીન, ત્રણ ડમ્પર ટ્રક મળી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ તેના વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જિલ્લો ખનીજ ચોરીના માફિયા માટે હબ બની ગયો છે.જ્યાં બેફામ રેતી ચોરી જતા વાહનોની દોડધામ હાઇવે પર થઈ રહી છે. સતલાસણા તાલુકાના હડોલ નજીક સાબરમતી નદીમાં રેતી ખોદકામ કરવામાં આવતું હોવાની બાતમી આધારે ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઈન્સ્પેક્ટર યોગીરાજ સિંહ પરમાર થતા જિમી વાણિયા સહિતના લોકો કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યાં જ્યાં નદી પટમાં રેતી ખોદકામ કરતા હિટાચી મશીન અને ખાલી ડમ્પર ટ્રક મળી કુલ 40 લાખનો મુદ્દામાલ ઝડપી લઈ તેને સતલાસણા પોલીસ મથકે મુકાવી દીધો હતો.
તમામ વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી
બીજી બાજુ મહેસાણા નજીક આવેલા મોટપ ચોકડીથી રોયલ્ટી પાસ વગર અનઅધિકૃત રીતે રેતી ભરી જતા એક ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. તેમજ ઊંઝા હાઈવે પરથી આશરે 7 મેટ્રિક ટન ઓવરલોડ રેતી ભરી જતા ડમ્પર અને ટ્રકને ઝડપી લેવામાં આવ્યા હતા. આમ ખાણ ખનીજ વિભાગે સતલાસણાની સાબરમતી નદીમાંથી 10 લાખનું હિટાચી મશીન, 30 લાખનો ડમ્પર ટ્રક અને મોટપ ચોકડીથી રેતી ભરેલ ડમ્પર કિંમત 30.20 લાખની મતા અને ઊંઝા ખાતેથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ટ્રક થઈ કુલ 1.20 કરોડનો મુદ્દામાલ સ્થાનિક ભૂસ્તર ટીમે જપ્ત કરી તમામ વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.