Bhavnagar જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાયો

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા 20 ગેટ ખોલવામાં આવ્યા છે. ભાદરવા મહિનાના અંતે પણ વરસાદ દ્વારા ભારે જમાવટ કરવામાં આવી છે ત્યારે અમરેલી અને ધારી પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાતા ડેમનું રૂટ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમના ગેટ ખોલી 1800 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું શેત્રુંજી ડેમના ગેટ ખોલી 1800 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં જિલ્લાના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવ્યા છે. ત્યારે ડેમ 34 ફૂટની ભયજનક સપાટી પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના પીવાનો અને સિંચાઈના પાણીનો 1 વર્ષનો પ્રશ્ન હલ થયો છે. શેત્રુંજી નદી કાંઠે આવેલ ખેતરો બેટમાં ફેરવાયા છે સતત પાણીની આવક રહેતા ડેમ ઓવરફલો થયો છે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ડેમ મોડો ભરાયો છે. ગત વર્ષે જુલાઈમાં ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અને 20 ગેટ ખોલી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા નદીના પટના ગામડાઓના ખેતરોમાં પણ શેત્રુંજી નદીના પાણી છે અને શેત્રુંજી નદી કાંઠે આવેલ ખેતરો બેટમાં ફેરવાયા છે.

Bhavnagar જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા 20 ગેટ ખોલવામાં આવ્યા છે. ભાદરવા મહિનાના અંતે પણ વરસાદ દ્વારા ભારે જમાવટ કરવામાં આવી છે ત્યારે અમરેલી અને ધારી પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાતા ડેમનું રૂટ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમના ગેટ ખોલી 1800 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું

શેત્રુંજી ડેમના ગેટ ખોલી 1800 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં જિલ્લાના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવ્યા છે. ત્યારે ડેમ 34 ફૂટની ભયજનક સપાટી પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના પીવાનો અને સિંચાઈના પાણીનો 1 વર્ષનો પ્રશ્ન હલ થયો છે.

શેત્રુંજી નદી કાંઠે આવેલ ખેતરો બેટમાં ફેરવાયા છે

સતત પાણીની આવક રહેતા ડેમ ઓવરફલો થયો છે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ડેમ મોડો ભરાયો છે. ગત વર્ષે જુલાઈમાં ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અને 20 ગેટ ખોલી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા નદીના પટના ગામડાઓના ખેતરોમાં પણ શેત્રુંજી નદીના પાણી છે અને શેત્રુંજી નદી કાંઠે આવેલ ખેતરો બેટમાં ફેરવાયા છે.