Bhavnagar: ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે આરોપીઓ ઝડપાયા

બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો હતો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કલમ 3/5, 61-2-A, 62, 125 અને રેલવે અધિનિયમ કલમ 150-1-A, 150-2-B મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો રાખનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બન્ને આરોપીઓએ ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડ દાગીના સહિત લૂટ કરવાનો પ્લાન ઘડયો હતો.સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રીએ બોટાદ કુંડલી જવાના રેલવે ટ્રેક ઉપર સીમ વિસ્તારમાં આરોપીઓએ રેલવે ટ્રેક ઉપર બે પાટા વચ્ચે રેલવે લાઈનનો જુનો એક કટકો સ્લીપર અને બેલાસ્ટની વચ્ચે ખાડો કરી મુકી દીધેલ. ઓખા ભાવનગર ટ્રેનને અવરોધ થાય તે રીતે મુકેલ ટ્રેન પસાર થતા એન્જીન પર આ કટકા ભટકાતા સદનસીબે ટ્રેન બંધ થઈ ગઈ હતી. ટ્રેનના કર્મચારીઓ દ્વારા આ બાબતે ફરિયાદ કરતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ઉચ્ચ પોલીસ અને રેલવે અધિકારીઓ દોડી ગયા હતા. ત્યારબાદ આ બન્ને આરોપીઓ મોટરસાયકલ લઇને નાસી છૂટેલ. આ ઘટનાને લઈ SPની સુચના અનુસાર ડીવાયએસપી, પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ, સ્થાનિક બોટાદ, રાણપુર પોલીસ, રેલવે ફોર્સ પોલીસ બોટાદ, અમદાવાદ સહિત અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરેલ. અને સર્વેલન્સ હ્યુમન સોર્સ ટેકનિકલ સીસી ટીવી ફૂટેજ સહિતની મદદ લઇ શંકા તેમજ બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. આરોપીઓ આટલા દિવસ સુધી અવાવરૂ જગ્યાએ સંતાઈ ગયેલ હતા. આરોપીઓને દેવું થઈ જતાં લૂંટના ઈરાદે પ્લાન ઘડ્યો આરોપીઓની ધરપકડ કરતા તેઓએ જણાવ્યું કે, અમારે દેવું થઈ ગયુ હોય પૈસાની જરૂર હોય ટ્રેન ઉથલાવી લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાને અંજામ આપવા માટે યુટ્યુબ ઉપર વીડિયો જોઈ કુંડલી નજીક સીમ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડા અને દાગીનાની લૂંટ કરી નાસીછૂટવાનો પ્લાન બનાવેલ. આરોપીઓએ કબુલાત કરતા પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. ઝડપાયેલ આરોપીઓ રમેશ ઉર્ફ રમુડીયો, કાનજીભાઇ માધાભાઈ સલીયા, ઉમર વર્ષ (55) રહે. અળવ ભરવાડના નેસડામા રાણપુર, જિલ્લો બોટાદ, જયેશ ઉર્ફ જયલો નાગરભાઈ પ્રભુભાઈ બાવળીયા અળવ રામાપીરના મંદિર પાસે રાણપુર જિલ્લો બોટાદને ઝડપી મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ હતી. થોડા જ દિવસોમાં બંને આરોપીઓ ઝડપાઈ જતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

Bhavnagar: ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો હતો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કલમ 3/5, 61-2-A, 62, 125 અને રેલવે અધિનિયમ કલમ 150-1-A, 150-2-B મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો રાખનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બન્ને આરોપીઓએ ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડ દાગીના સહિત લૂટ કરવાનો પ્લાન ઘડયો હતો.


સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી

તારીખ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રીએ બોટાદ કુંડલી જવાના રેલવે ટ્રેક ઉપર સીમ વિસ્તારમાં આરોપીઓએ રેલવે ટ્રેક ઉપર બે પાટા વચ્ચે રેલવે લાઈનનો જુનો એક કટકો સ્લીપર અને બેલાસ્ટની વચ્ચે ખાડો કરી મુકી દીધેલ. ઓખા ભાવનગર ટ્રેનને અવરોધ થાય તે રીતે મુકેલ ટ્રેન પસાર થતા એન્જીન પર આ કટકા ભટકાતા સદનસીબે ટ્રેન બંધ થઈ ગઈ હતી. ટ્રેનના કર્મચારીઓ દ્વારા આ બાબતે ફરિયાદ કરતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ઉચ્ચ પોલીસ અને રેલવે અધિકારીઓ દોડી ગયા હતા. ત્યારબાદ આ બન્ને આરોપીઓ મોટરસાયકલ લઇને નાસી છૂટેલ. આ ઘટનાને લઈ SPની સુચના અનુસાર ડીવાયએસપી, પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ, સ્થાનિક બોટાદ, રાણપુર પોલીસ, રેલવે ફોર્સ પોલીસ બોટાદ, અમદાવાદ સહિત અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરેલ. અને સર્વેલન્સ હ્યુમન સોર્સ ટેકનિકલ સીસી ટીવી ફૂટેજ સહિતની મદદ લઇ શંકા તેમજ બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. આરોપીઓ આટલા દિવસ સુધી અવાવરૂ જગ્યાએ સંતાઈ ગયેલ હતા.

આરોપીઓને દેવું થઈ જતાં લૂંટના ઈરાદે પ્લાન ઘડ્યો

આરોપીઓની ધરપકડ કરતા તેઓએ જણાવ્યું કે, અમારે દેવું થઈ ગયુ હોય પૈસાની જરૂર હોય ટ્રેન ઉથલાવી લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાને અંજામ આપવા માટે યુટ્યુબ ઉપર વીડિયો જોઈ કુંડલી નજીક સીમ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડા અને દાગીનાની લૂંટ કરી નાસીછૂટવાનો પ્લાન બનાવેલ. આરોપીઓએ કબુલાત કરતા પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. ઝડપાયેલ આરોપીઓ રમેશ ઉર્ફ રમુડીયો, કાનજીભાઇ માધાભાઈ સલીયા, ઉમર વર્ષ (55) રહે. અળવ ભરવાડના નેસડામા રાણપુર, જિલ્લો બોટાદ, જયેશ ઉર્ફ જયલો નાગરભાઈ પ્રભુભાઈ બાવળીયા અળવ રામાપીરના મંદિર પાસે રાણપુર જિલ્લો બોટાદને ઝડપી મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ હતી. થોડા જ દિવસોમાં બંને આરોપીઓ ઝડપાઈ જતા પોલીસે રાહતનો દમ લીધો હતો.