Bhavnagarના ઘોઘા ગામે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 લોકોની ધરપકડ

ભાવનગરના ઘોઘા ગામે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં કુડા ચોકડી પાસેથી 70.82 ગ્રામ ડ્રગ્સ પકડાયું છે. મેથા એમ્ફટામાઇન ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા છે. રૂપિયા 7.08 લાખનું ડ્રગ્સ, 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, કઈ રીતે આવ્યો તે તપાસ થઇ રહી છે. ભાવનગરનો પ્રભુદાસ, 2 લોકો કુંભારવાડાના ઝડપાયા છે. SOGની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે SOGની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તેમાં 20 કિમી દૂર કઈ રીતે પહોંચ્યા તે SOGએ છુપાવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ગામ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઘોઘાના કુડા ચોકડી પાસેથી 70.82 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 3 ઈસમો ઝડપાયા હતા. મેથા એમ્ફટામાઇન ડ્રગ્સ સાથે 3 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. SOGની ટીમે 70.82 ગ્રામ મેથા એમ્ફટામાઇન ડ્રગ્સની કિંમત 7,08,200ની સાથે 3 મોબાઈલ મળી કુલ રકમ 7,23,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ભાવનગરના પ્રભુદાસ તળાવનો રહેવાસી મહત્વનું કહી શકાય કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા કઈ રીતે તેઓ આવ્યાએ સમગ્ર હકીકત SOGની ટીમ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જેમાં ભાવનગરનો એક શખ્સ પ્રભુદાસ તળાવનો રહેવાસી છે. તેમજ 2 શખ્સો કુંભારવાડા મોતીતળાવના રહેવાસી હોવા છતાં તેઓ કુડા ચોકડી પાસે કઈ રીતે પહોંચ્યા તે હકીકત પણ SOGની ટીમ દ્વારા છુપાવવામાં આવી રહી છે. આ માહિતી છુપાવતા SOGની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ભાવનગર શહેરના 3 શખ્સો ડ્રગ્સના જથ્થા સાથે શહેરથી 20 કિલોમીટર દૂર કુડા ચોકડી પાસે પહોંચ્યા કઈ રીતે તે હકિકત પોલીસ જાણતી હોવાથી તે છુપાવી રહી છે તેથી પોલીસની કામગીરી પર ચર્ચા શરૂ થઇ છે.

Bhavnagarના ઘોઘા ગામે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 લોકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરના ઘોઘા ગામે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં કુડા ચોકડી પાસેથી 70.82 ગ્રામ ડ્રગ્સ પકડાયું છે. મેથા એમ્ફટામાઇન ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા છે. રૂપિયા 7.08 લાખનું ડ્રગ્સ, 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, કઈ રીતે આવ્યો તે તપાસ થઇ રહી છે. ભાવનગરનો પ્રભુદાસ, 2 લોકો કુંભારવાડાના ઝડપાયા છે.

SOGની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે

SOGની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તેમાં 20 કિમી દૂર કઈ રીતે પહોંચ્યા તે SOGએ છુપાવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ગામ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઘોઘાના કુડા ચોકડી પાસેથી 70.82 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 3 ઈસમો ઝડપાયા હતા. મેથા એમ્ફટામાઇન ડ્રગ્સ સાથે 3 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. SOGની ટીમે 70.82 ગ્રામ મેથા એમ્ફટામાઇન ડ્રગ્સની કિંમત 7,08,200ની સાથે 3 મોબાઈલ મળી કુલ રકમ 7,23,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી ભાવનગરના પ્રભુદાસ તળાવનો રહેવાસી

મહત્વનું કહી શકાય કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા કઈ રીતે તેઓ આવ્યાએ સમગ્ર હકીકત SOGની ટીમ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જેમાં ભાવનગરનો એક શખ્સ પ્રભુદાસ તળાવનો રહેવાસી છે. તેમજ 2 શખ્સો કુંભારવાડા મોતીતળાવના રહેવાસી હોવા છતાં તેઓ કુડા ચોકડી પાસે કઈ રીતે પહોંચ્યા તે હકીકત પણ SOGની ટીમ દ્વારા છુપાવવામાં આવી રહી છે. આ માહિતી છુપાવતા SOGની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ભાવનગર શહેરના 3 શખ્સો ડ્રગ્સના જથ્થા સાથે શહેરથી 20 કિલોમીટર દૂર કુડા ચોકડી પાસે પહોંચ્યા કઈ રીતે તે હકિકત પોલીસ જાણતી હોવાથી તે છુપાવી રહી છે તેથી પોલીસની કામગીરી પર ચર્ચા શરૂ થઇ છે.