Bhavanagarમાં નવા રોડે ખોલી પોલ,મેયર કોન્ટ્રાકટર પર ગરમ થયા ! જુઓ Video

ભાવનગર મનપાએ રાત્રિ સમયે કરી સરપ્રાઈઝ વિઝિટ કુમુદવાડીથી શાસ્ત્રીનગરના રોડની કરી વિઝિટ કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ થતું હોવાનું સામે આવ્યું ભાવનગર શહેરમાં કુમુદવાડીથી શાસ્ત્રીનગર નવો રોડ બનવાની કામગીરી ચાલી રહી છે,ત્યારે ભાવનગરના મેયર દ્રારા રાત્રીના સમયે સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી.મેયરે વિઝિટ કરતા સામે આવ્યું કે,રોડનું કામ નબળી કામગીરી સાથે કરવામાં આવતું હતુ.ખાડામાં માત્ર કપચી નાખીને રોડનું કામ કરવામા આવતું હતુ,તો મેયરની કોન્ટ્રાક્ટરને રોડ વ્યવસ્થિત રિપેર કરવા સૂચના આપી. મેયરે લીધી સરપ્રાઈઝ વિઝિટ ભાવનગર શહેરમા હાલ રોડ બનવાની કામગીરી ચાલી રહી છે,ત્યારે રાત્રીના સમયે રોડના કામકાજને લઈ મેયરે સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી,વિઝિટમાં રોડની પોલમપોલ બહાર આવી છે.મેયર પહોંચ્યા ત્યારે કામકાજ ચાલતુ હતુ,અને રોડ પરના ખાડામાં માત્ર કપચી નાખીને રોડનું કામ કરવામા આવી રહ્યું હતુ.મેયરે તરત જ આદેશ કર્યો કે આ કામ ફરીથી કરો અને તેની પર ડામર નાખો,જો કામ સરખુ કરવામાં નહી આવે તો ફરીથી કામ કરવુ પડશે તેવા આદેશથી કોન્ટ્રાકટર દોડતો થયો હતો. રોડ બની રહ્યો છે નવો ભાવનગર શહેરમાં રોડ રસ્તા ખરાબ બનતા નવા રોડ બનવાની કામગીરી કરાઈ રહી છે,કોન્ટ્રાકટર દ્રારા કામમા વેઠ ઉઠારતા મેયર બગડયા હતા,અને કહ્યું કે આ રોડ નબળી ગુણવત્તાવાળો છે,તો કોન્ટ્રાકટર દ્રારા રોડની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી,જો શહેરમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ આ રીતે સારૂ કામ કરશે તો પ્રજાના રૂપિયા પાણીમા નહી જાય,મેયરની કામગીરીથી શહેરીજનો પણ ખુશ થયા હતા અને કામગીરીને વખાણી હતી. ભાવનગરમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ ભાવનગર મ્યુ.કોર્પોરેશન દ્રારા રખડતા ઢોરને પકડવા માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતુ,પરંતુ એજન્સી દ્રારા આ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ઢોર રોડ પર દેખાઈ રહ્યાં છે,મનપાનુ કહેવું છે કે એજન્સીને અવાર-નવાર ઢોર પકડવાને લઈ નોટીસ આપવામા આવી છે પરંતુ તે લોકો ઢોર પકડવામાં આળસ કરી રહ્યાં છે,જો અગામી સમયમાં આ એજન્સી ઢોરને નહી પકડે તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને તેની સામે કડક પગલા લેવામાં આવશે.  

Bhavanagarમાં નવા રોડે ખોલી પોલ,મેયર કોન્ટ્રાકટર પર ગરમ થયા ! જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર મનપાએ રાત્રિ સમયે કરી સરપ્રાઈઝ વિઝિટ
  • કુમુદવાડીથી શાસ્ત્રીનગરના રોડની કરી વિઝિટ
  • કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ થતું હોવાનું સામે આવ્યું

ભાવનગર શહેરમાં કુમુદવાડીથી શાસ્ત્રીનગર નવો રોડ બનવાની કામગીરી ચાલી રહી છે,ત્યારે ભાવનગરના મેયર દ્રારા રાત્રીના સમયે સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી.મેયરે વિઝિટ કરતા સામે આવ્યું કે,રોડનું કામ નબળી કામગીરી સાથે કરવામાં આવતું હતુ.ખાડામાં માત્ર કપચી નાખીને રોડનું કામ કરવામા આવતું હતુ,તો મેયરની કોન્ટ્રાક્ટરને રોડ વ્યવસ્થિત રિપેર કરવા સૂચના આપી.

મેયરે લીધી સરપ્રાઈઝ વિઝિટ

ભાવનગર શહેરમા હાલ રોડ બનવાની કામગીરી ચાલી રહી છે,ત્યારે રાત્રીના સમયે રોડના કામકાજને લઈ મેયરે સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી,વિઝિટમાં રોડની પોલમપોલ બહાર આવી છે.મેયર પહોંચ્યા ત્યારે કામકાજ ચાલતુ હતુ,અને રોડ પરના ખાડામાં માત્ર કપચી નાખીને રોડનું કામ કરવામા આવી રહ્યું હતુ.મેયરે તરત જ આદેશ કર્યો કે આ કામ ફરીથી કરો અને તેની પર ડામર નાખો,જો કામ સરખુ કરવામાં નહી આવે તો ફરીથી કામ કરવુ પડશે તેવા આદેશથી કોન્ટ્રાકટર દોડતો થયો હતો.


રોડ બની રહ્યો છે નવો

ભાવનગર શહેરમાં રોડ રસ્તા ખરાબ બનતા નવા રોડ બનવાની કામગીરી કરાઈ રહી છે,કોન્ટ્રાકટર દ્રારા કામમા વેઠ ઉઠારતા મેયર બગડયા હતા,અને કહ્યું કે આ રોડ નબળી ગુણવત્તાવાળો છે,તો કોન્ટ્રાકટર દ્રારા રોડની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી,જો શહેરમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ આ રીતે સારૂ કામ કરશે તો પ્રજાના રૂપિયા પાણીમા નહી જાય,મેયરની કામગીરીથી શહેરીજનો પણ ખુશ થયા હતા અને કામગીરીને વખાણી હતી.

ભાવનગરમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ

ભાવનગર મ્યુ.કોર્પોરેશન દ્રારા રખડતા ઢોરને પકડવા માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતુ,પરંતુ એજન્સી દ્રારા આ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ઢોર રોડ પર દેખાઈ રહ્યાં છે,મનપાનુ કહેવું છે કે એજન્સીને અવાર-નવાર ઢોર પકડવાને લઈ નોટીસ આપવામા આવી છે પરંતુ તે લોકો ઢોર પકડવામાં આળસ કરી રહ્યાં છે,જો અગામી સમયમાં આ એજન્સી ઢોરને નહી પકડે તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને તેની સામે કડક પગલા લેવામાં આવશે.