Bharuch: મારુતિ વાનમાંથી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું

6,20,000ની કિંમતનું 62 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું SOGએ ડ્રગ્સના જથ્થા સાથે એકની કરી અટકાયત પ્રકાશ પટેલ નામના ઈસમની SOGએ ધરપકડ કરી ભરૂચમાં મારૂતિ વાન ગાડીમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. 62 ગ્રામ જેટલું ડ્રગ્સ જેની કિંમત અંદાજે 6,20,000 રૂપિયા જેટલી થાય છે. પ્રકાશ અંબાલાલ પટેલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચમાં મારૂતિ વાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. મારુતિ વાન સહિત કુલ 7 લાખ 10 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. NDPSની એક્ટ મુજબ ગુનો નોંધી ભરૂચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ રાજ્યના દરિયા કિનારેથી અત્યાર સુધી ડ્રગ્સ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે એવામાં ભરૂચ જેવા વિસ્તારમાંથી આખે આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભરૂચમાં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવવાનું કાચું મટીરિયલ ઝડપાયું હતું. કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવવાનું રો-મટીરિયલ ઝડપાયું હતુંSOG અને ATS પોલીસે દહેજની ફાર્મા કંપનીમાં દરોડો પાડ્યો હતો. જેમાં જોલવાની એલાયન્સ ફાર્મા નામની વિદેશી કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. જેમાં 30 કરોડથી વધુનો MD ડ્રગ્સ બનાવવાનું કાચું મટીરિયલ જપ્ત કરાયું હતું. પોલીસે માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં સિન્થેટિક સિમ્યુલન્ટ ડ્રગ્સ મેફેડ્રોન બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, તે સમયે જ પોલીસે રેડ પાડી હતી.SOGની કામગીરી પૂરજોશમાં ભરૂચ બાદ બીજા રાજ્યમાં પણ ગુજરાત ATSએ કાર્યવાહી પૂરજોશમાં શરૂ કરી છે. અંકલેશ્વરમાં દવાની આડમાં ડ્રગ્સ વેપાર મામલે ડ્રગ્સ વેપારની તપાસમાં મહારાષ્ટ્રમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. વિગતો મુજબ હજારો-કરોડો એમ.ડી ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અનેક પ્રશ્નો ઉભા થયા છે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી હતી? સાથો સાથ ડ્રગ્સ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું અને આની પાછળ કોઈ મોટા માથા છે કે કેમ? આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Bharuch: મારુતિ વાનમાંથી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6,20,000ની કિંમતનું 62 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • SOGએ ડ્રગ્સના જથ્થા સાથે એકની કરી અટકાયત
  • પ્રકાશ પટેલ નામના ઈસમની SOGએ ધરપકડ કરી

ભરૂચમાં મારૂતિ વાન ગાડીમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. 62 ગ્રામ જેટલું ડ્રગ્સ જેની કિંમત અંદાજે 6,20,000 રૂપિયા જેટલી થાય છે. પ્રકાશ અંબાલાલ પટેલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચમાં મારૂતિ વાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. મારુતિ વાન સહિત કુલ 7 લાખ 10 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. NDPSની એક્ટ મુજબ ગુનો નોંધી ભરૂચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

રાજ્યના દરિયા કિનારેથી અત્યાર સુધી ડ્રગ્સ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે એવામાં ભરૂચ જેવા વિસ્તારમાંથી આખે આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભરૂચમાં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવવાનું કાચું મટીરિયલ ઝડપાયું હતું.

કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવવાનું રો-મટીરિયલ ઝડપાયું હતું

SOG અને ATS પોલીસે દહેજની ફાર્મા કંપનીમાં દરોડો પાડ્યો હતો. જેમાં જોલવાની એલાયન્સ ફાર્મા નામની વિદેશી કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. જેમાં 30 કરોડથી વધુનો MD ડ્રગ્સ બનાવવાનું કાચું મટીરિયલ જપ્ત કરાયું હતું. પોલીસે માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં સિન્થેટિક સિમ્યુલન્ટ ડ્રગ્સ મેફેડ્રોન બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, તે સમયે જ પોલીસે રેડ પાડી હતી.

SOGની કામગીરી પૂરજોશમાં

ભરૂચ બાદ બીજા રાજ્યમાં પણ ગુજરાત ATSએ કાર્યવાહી પૂરજોશમાં શરૂ કરી છે. અંકલેશ્વરમાં દવાની આડમાં ડ્રગ્સ વેપાર મામલે ડ્રગ્સ વેપારની તપાસમાં મહારાષ્ટ્રમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. વિગતો મુજબ હજારો-કરોડો એમ.ડી ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

અનેક પ્રશ્નો ઉભા થયા છે

ડ્રગ્સ બનાવતી ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી હતી? સાથો સાથ ડ્રગ્સ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું અને આની પાછળ કોઈ મોટા માથા છે કે કેમ? આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.