Bharuch : અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓનો પર્દાફાશ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ડુપ્લીકેટ ખેતીવાડી દવાઓના ગેરકાયદેસર ઉત્પાદનનો મોટો પર્દાફાશ થયો છે. પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં પોલીસે ગોપનીય માહિતીના આધારે દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાં યુપીએલ (UPL) કંપનીના નામે નકલી અને ગેરકાયદેસર ખેતીવાડી દવાઓ તૈયાર કરવામાં આવી રહી હતી.
મશીનરી પણ જપ્ત કરવામાં આવી
આ દવાઓ પર જાણીતી બ્રાન્ડનું લેબલ લગાવી ખેડૂતોને ભ્રમિત કરવાની યોજના ચાલી રહી હતી, જેનાથી ખેતી ક્ષેત્રે ગંભીર નુકસાન થવાની શક્યતા હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં કાચો માલ, પેકિંગ સામગ્રી અને તૈયાર થયેલી નકલી દવાઓ સહિત 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ થતી મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ફેક્ટરીને સીલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મોટું નેટવર્ક હોવાની શંકા
આ મામલે પ્રોડક્શન મેનેજર સહિત કંપનીના માલિકો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. તેમના પર કૉપિરાઈટ એક્ટ તેમજ અન્ય સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ ગેરકાયદેસર રેકેટ લાંબા સમયથી ચાલતું હતું અને તેના પાછળ મોટું નેટવર્ક હોઈ શકે છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા આગળની તપાસ તેજ કરવામાં આવી છે, જેથી નકલી ખેતીવાડી દવાઓના સપ્લાય ચેઈનને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય. આ ઘટનાએ ખેડૂતોના હિત અને ખેતી ક્ષેત્રની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : Morbi News: ટંકારાના સરાયા ગામે દંપતીના ઝઘડાનો કરુણ અંત, પત્નીની હત્યા કરી પતિએ પીધી ઝેરી દવા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

