Bharuch:ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં વાલીઓનો હંગામો

Jun 15, 2025 - 04:00
Bharuch:ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં વાલીઓનો હંગામો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે વાલીઓએ શાળા હંગામો કર્યો હતો. બાળકોને લાવતા-લઈ જતાં વાહનોને દૂર ઉભા રખાવવા સાથે, શાળામાં પાવર કટની ઘણી સમસ્યા હોવાનો રોષ વાલીઓએ વ્યકત કર્યો હતો. જોકે, શાળા સંચાલકોએ મોટાભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતીં.

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલ પુનઃ વિવાદમાં આવી છે. તાજેતરમાં જ શાળાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને શાળામાંથી જ શાળા-ટ્રસ્ટના લોકોવાળી નોટબુક લેવા દબાણ કરાયાના આક્ષેપને લઈને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાનમાં આજે પુનઃશાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાએ ધામા નાંખ્યાં હતાં. વાલીઓએ જણાવ્યું હતું કે, બાળકોને લાવતાં લઈ જતાં વાહનોને સ્કૂલ બિલ્ડીંગથી અડધો કિમી દૂર ઉભી રખાવી ત્યાં જ વિદ્યાર્થીઓને ઉતારી લેવા દબાણ કરાય છે. જેના કારણે અસહ્ય ગરમી હોય કે, ઠંડી કે પછી વરસાદ વરસતો હોય બાળકોએ સ્કૂલ ગેટથી બિલ્ડીંગ ચાલતાં જવા મજબુર બને છે.

વાલીઓની માગણીઓનું નિરાકરણ લાવીશું

વાલીઓએ તેમના પ્રશ્નો રજૂ કર્યાં હતાં. તે પૈકીના મોટાભાગના અમે તુરંત નિરાકરણ લાવી દઈશું. વાહનોનો જે પ્રશ્ન છે તેમાં જે વાહનના પ્રોપર ડોક્યુમેન્ટ હશે. ડ્રાઈવરે સેફ્ટીની તમામ તકેદારી રાખી હશે તેમને શાળાની બિલ્ડીંગ સુધી આવવા દઈશું. શાળામાં જે પાવર કટ નો પ્રશ્ન છે તેનું પણ નિરાકરણ લવાશે. - સેલજા સિંઘ,પ્રિન્સિપાલ.

શાળામાં જનરેટર લગાવવું જરૂરી છે

મારી પુત્રી નર્સરીથી આ શાળામાં અભ્યાસ કરે છે. બાળકોના વાહનોનો પ્રશ્ન હતો તેને શાળા સંચાલકોએ દૂર કરવાની ખાતરી આપી છે. બીજી મોટી સમસ્યા પાવર કટની છે. શાળા સંચાલકો ફન્ડ નથી તેમ કહે છે. ત્યારે 30 વર્ષથી ચાલતી અને આટલા બધા વિદ્યાર્થીઓ શાળામાં આવે છે. શાળામાં જનરેટર બેસાડે તેવી સૌની માગ છે. - દક્ષિતા પટેલ, વાલી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0