Banaskantha News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ, માંડલા ગામે ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી

Apr 15, 2026 - 12:30
Banaskantha News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ, માંડલા ગામે ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં નકલી દારૂ બનાવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની થરા પોલીસ દ્વારા માંડલા ગામે રેડ કરીને કેમિકલના મિશ્રણથી અંગ્રેજી દારૂ તૈયાર કરતી એક મીની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. આ કૌભાંડમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરોનો ઉપયોગ કરી લોકોને નકલી દારૂ પધરાવવાનું નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ખેતરના શેઢે ચાલતો હતો ખેલ

મળતી માહિતી અનુસાર, માંડલા ગામના ચેલા અણદાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. જયેશ ભાવાજી ઠાકોર નામનો શખ્સ અહીં મોટા બેરલમાં કેમિકલ મિક્સ કરી નકલી ઈંગ્લીશ દારૂ તૈયાર કરતો હતો. આ દારૂ તૈયાર થયા બાદ તેના પર જાણીતી બ્રાન્ડના સ્ટીકરો લગાવી તેને અસલી તરીકે વેચવામાં આવતો હતો.

મશીનરી અને મુદ્દામાલ જપ્ત

થરા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની મશીનરી, કેમિકલ ભરેલા બેરલ અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસ રેડની ગંધ આવી જતાં મુખ્ય સૂત્રધાર જયેશ ઠાકોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર જયેશ ઠાકોર સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં મીની ફેક્ટરી પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો - Banaskantha: ભાભર વોર્ડ-નં.2 માં કોઈએ મત માંગવા આવવું નહીં


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0