Banaskantha: પાલનપુરમાં ગોબરી બ્રિજનો રોડ કાગળની જેમ ધોવાયો

રોડ પર ઠેર ઠેર 2-3 ફૂટ ઊંડા ખાડા પડ્યા સામાન્ય વરસાદમાં રોડ ધોવાઇ જતા લોકોમાં રોષ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરાયાનો આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વરસેલા 2-3 ઇંચ જેટલાં વરસાદમાં ગોબરી બ્રિજનો રોડ ધોવાયો છે. રોડ પર ઠેર ઠેર 2-3 ફૂટ ઊંડા ખાડા પડી જતા ગમે તે સમયે અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતા કોન્ટ્રાકટરની હલકી ગુણવત્તા વાળી કામગીરીની પોલ ખુલી પડી છે. વરસાદને કારણે ગોબરી ઓવરબ્રિજનો રોડ કાગળની જેમ ધોવાઈ ગયો જિલ્લા મથક પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક શહેરમાંથી અમદાવાદ હાઈવે પર જવાના માર્ગ પર પાલનપુરથી અમદાવાદ રેલવે લાઈનની રેલવે ફાટક આવેલી હતી. જોકે આ રેલવે ફાટક અવારનવાર બંધ હોવાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે વાહન ચાલકોને રેલવે ફાટકમાંથી મુક્તિ મળે તે હેતુસર સરકાર દ્વારા રેલવે ફાટક પર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે.અને બે વર્ષ અગાઉ આ ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા ને હજુ તો બે જ વર્ષ થયા છે અને તેવામાં છેલ્લા ત્રણ દિવસમાં પાલનપુરમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદને કારણે ગોબરી ઓવરબ્રિજનો રોડ કાગળની જેમ ધોવાઈ ગયો છે. ઓવરબ્રિજનો રોડ ધોવાતા રોડ પર ઠેર ઠેર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા વરસાદને પગલે ઓવરબ્રિજનો રોડ ધોવાતા રોડ પર ઠેર ઠેર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને તેને કારણે વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતી સમયે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. મહત્વની વાત છે કે રોડની એક તરફનો ભાગ ધોવાઈ જતા તમામ વાહનો એક ભાગમાંથી પસાર થઈ રહ્યા છે અને તેને જ કારણે ગમે તે સમયે મોટો અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. જોકે બે વર્ષ પહેલા બનેલા ઓવરબ્રિજનો માર્ગ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતા અત્યારે તો કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. જોકે માર્ગ ધોવાયો અને અકસ્માત સર્જાવવાની ભીતિ હોવા છતાં હજુ તંત્રએ બ્રિજ સામે નજર પણ કરી નથી. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ઓવર બ્રિજ પર પડેલા ખાડાઓ પુરવામાં આવે અને ઓવરબ્રિજનું રીનોવેશન કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે તંત્ર ઓવરબ્રિજનું રીનોવેશન કરે છે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે તે હવે જોવું રહ્યુ છે.

Banaskantha: પાલનપુરમાં ગોબરી બ્રિજનો રોડ કાગળની જેમ ધોવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ પર ઠેર ઠેર 2-3 ફૂટ ઊંડા ખાડા પડ્યા
  • સામાન્ય વરસાદમાં રોડ ધોવાઇ જતા લોકોમાં રોષ
  • કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરાયાનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વરસેલા 2-3 ઇંચ જેટલાં વરસાદમાં ગોબરી બ્રિજનો રોડ ધોવાયો છે. રોડ પર ઠેર ઠેર 2-3 ફૂટ ઊંડા ખાડા પડી જતા ગમે તે સમયે અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતા કોન્ટ્રાકટરની હલકી ગુણવત્તા વાળી કામગીરીની પોલ ખુલી પડી છે.

વરસાદને કારણે ગોબરી ઓવરબ્રિજનો રોડ કાગળની જેમ ધોવાઈ ગયો

જિલ્લા મથક પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક શહેરમાંથી અમદાવાદ હાઈવે પર જવાના માર્ગ પર પાલનપુરથી અમદાવાદ રેલવે લાઈનની રેલવે ફાટક આવેલી હતી. જોકે આ રેલવે ફાટક અવારનવાર બંધ હોવાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે વાહન ચાલકોને રેલવે ફાટકમાંથી મુક્તિ મળે તે હેતુસર સરકાર દ્વારા રેલવે ફાટક પર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે.અને બે વર્ષ અગાઉ આ ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા ને હજુ તો બે જ વર્ષ થયા છે અને તેવામાં છેલ્લા ત્રણ દિવસમાં પાલનપુરમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદને કારણે ગોબરી ઓવરબ્રિજનો રોડ કાગળની જેમ ધોવાઈ ગયો છે.

ઓવરબ્રિજનો રોડ ધોવાતા રોડ પર ઠેર ઠેર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા

વરસાદને પગલે ઓવરબ્રિજનો રોડ ધોવાતા રોડ પર ઠેર ઠેર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને તેને કારણે વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતી સમયે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. મહત્વની વાત છે કે રોડની એક તરફનો ભાગ ધોવાઈ જતા તમામ વાહનો એક ભાગમાંથી પસાર થઈ રહ્યા છે અને તેને જ કારણે ગમે તે સમયે મોટો અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. જોકે બે વર્ષ પહેલા બનેલા ઓવરબ્રિજનો માર્ગ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતા અત્યારે તો કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. જોકે માર્ગ ધોવાયો અને અકસ્માત સર્જાવવાની ભીતિ હોવા છતાં હજુ તંત્રએ બ્રિજ સામે નજર પણ કરી નથી. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ઓવર બ્રિજ પર પડેલા ખાડાઓ પુરવામાં આવે અને ઓવરબ્રિજનું રીનોવેશન કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે તંત્ર ઓવરબ્રિજનું રીનોવેશન કરે છે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે તે હવે જોવું રહ્યુ છે.