Banaskanthaની શાળાના આચાર્ય ગાંધીનગરમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું
આચાર્ય GCERTમાં QSQAC સ્ટેટ ટીમમાં ફરજ બજાવે છે આચાર્ય ભૂમિકા પરમાર 1 વર્ષથી ગાંધીનગરમાં રહે છે દિયોદરના જાડા ગામની શાળામાં આચાર્ય ન હોવાનો આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આચાર્ય વગરની શાળા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યાનો મામલો બહાર આવ્યો છે. ગ્રામજનોએ આચાર્ય માટે માગણી કરી દિયોદર તાલુકાના જાડા ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય વગરની હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો. જાડા ગામમાં આવેલી શાળાના આચાર્ય ભૂમિકા પરમાર ડેપ્યુટેશન ઉપર ગાંધીનગર GCERTમાં QSQAC સ્ટેટ ટીમમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક વર્ષથી આચાર્ય ભૂમિકાબેન પરમાર ગાંધીનગર ફરજ બજાવતા હોવાથી શાળામાં આવ્યા નથી. વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને એક વર્ષથી રજૂઆત કરાઇ રહી હોવા છતાં શિક્ષણ વિભાગે ગામ લોકોને સાચી માહિતી આપી નથી. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ જાડા ગામ ખાતે આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય માટે માગણી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આચાર્ય GCERTમાં QSQAC સ્ટેટ ટીમમાં ફરજ બજાવે છે
- આચાર્ય ભૂમિકા પરમાર 1 વર્ષથી ગાંધીનગરમાં રહે છે
- દિયોદરના જાડા ગામની શાળામાં આચાર્ય ન હોવાનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આચાર્ય વગરની શાળા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યાનો મામલો બહાર આવ્યો છે.
ગ્રામજનોએ આચાર્ય માટે માગણી કરી
દિયોદર તાલુકાના જાડા ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય વગરની હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો. જાડા ગામમાં આવેલી શાળાના આચાર્ય ભૂમિકા પરમાર ડેપ્યુટેશન ઉપર ગાંધીનગર GCERTમાં QSQAC સ્ટેટ ટીમમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા એક વર્ષથી આચાર્ય ભૂમિકાબેન પરમાર ગાંધીનગર ફરજ બજાવતા હોવાથી શાળામાં આવ્યા નથી. વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને એક વર્ષથી રજૂઆત કરાઇ રહી હોવા છતાં શિક્ષણ વિભાગે ગામ લોકોને સાચી માહિતી આપી નથી. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ જાડા ગામ ખાતે આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય માટે માગણી કરી હતી.