Banaskanthaના વાવ તાલુકામાંથી નવો 'ધરણીધર' તાલુકો જાહેર થતાં કેટલાક ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યા

Sep 26, 2025 - 18:00
Banaskanthaના વાવ તાલુકામાંથી નવો 'ધરણીધર' તાલુકો જાહેર થતાં કેટલાક ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં વહીવટી સરળતા માટે વાવ તાલુકાનું વિભાજન કરીને નવો ધરણીધર તાલુકો જાહેર કરવામાં આવતાં કેટલાક ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આ નવા સીમાંકન અંતર્ગત નાળોદર ગામને ધરણીધર તાલુકામાં સામેલ કરવામાં આવતાં ગામના લોકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. નાળોદર ગામના લોકોની મુખ્ય માંગ છે કે તેમના ગામને નવા બનેલા ધરણીધર તાલુકાને બદલે વાવ તાલુકામાં જ યથાવત્ રાખવામાં આવે.

નાળોદરને વાવ તાલુકામાં રાખવાની રજૂઆત

આ વિરોધનું મુખ્ય કારણ એ છે કે વાવ એક મોટું વેપારી મથક છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વાવમાં વેપાર-ધંધા, સરકારી કામકાજ તેમજ આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ માટે તેઓને સરળતા રહે છે. વાવ સાથે તેમનો વર્ષો જૂનો વ્યવહારિક અને સામાજિક સંબંધ જોડાયેલો છે. નવા તાલુકા મથક ધરણીધરની સરખામણીમાં વાવ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ અને સગવડો ઝડપથી મળી રહે છે.

 થરાદ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી કરી રજૂઆત

આ મામલે નાળોદર ગામના લોકોએ સંગઠિત થઈને થરાદના નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં તેમણે તંત્રને વિનંતી કરી છે કે તેઓ જનભાવનાને ધ્યાનમાં રાખીને નાળોદર ગામને પુનઃ વાવ તાલુકામાં સમાવી લે. આ વિરોધના પગલે હવે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0