Aravalliમાં નવા વર્ષે ગોપાલક સમાજ દ્રારા ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા

અરવલ્લીમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવે છે.મોડાસાના રામપુર ખાતે ગોપાલક સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે જેમાં ગામના પાદરે હજારો પશુ એકઠા કરી ઉજવણી કરવામાં આવે છે જેમાં ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે પશુ ભડકાવવાથી પશુઓ, માણસો સુખાકારી રહે તેવી માન્યતાઓ છે.અરવલ્લીમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી મોડાસાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા કરાય છે અનોખી ઉજવણી છે જેમાં રાધાકૃષ્ણના મંદિરે આરતી બાદ એક બીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.ગામના પાદરે હજારો પશુઓ એકઠા થાય છે તેમજ ફટાકડા ફોડીને પશુને ભડકાવવામાં આવે છે,પશુઓ કોઈને ઇજા કરતા નથી તેમજ પશુઓમાં મહામારી કે અન્ય કોઈ રોગચાળો થતો ના હોવાની માન્યતા છે,આજે પણ ગામના વડીલોની હાજરીમાં આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે,વર્ષમાં એક જ દિવસે આ રીતે ઉજવણી કરવામાં આવે છે. પશુ ટોળા પર વરસાવાય છે ફટાકડા ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવાની આ પરંપરા અહીં અને આસપાસના ગામડાઓમાં વર્ષો પુરાણી છે. ગામના પશુઓને રેસમાં દોડાવતા હોય એમ ભડકાવીને ગામના ગૌચર તરફ દોડાવવામાં આવે છે. પશુઓ પણ ફટાકડાના અવાજના ભયથી ગામ છોડીને ગૌચરમાં ભાગી જતા હોય છે. આવી પરંપરા અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં નવા વર્ષની સવારે ઉજવવામાં આવે છે. આ પરંપરા પાછળની માન્યતા રહેલી છે કે, દૂધાળા પશુઓ નિરોગી રહેતા હોય છે. વર્ષો જુની માન્યતા આમ ફટાકડાની મારા થી બચીને કે અવાજ થી દુર થઇ જતાં હોય છે. ગ્રામજનો અને પશુ પાલકો આ આખીય ઘટના એક ઉત્સવ તરીકે ઉજવતા હોય છે. તે માટે પશુઓમાં રોગચાળો નાફેલાય તેવી શ્રદ્ધા સાથે તેને કૃષ્ણના આશીર્વાદ માનીને ઉજવણી કરતાં હોય છે. ગામમાં આમ તો ગોપાલક સમાજ અને પશુપાલકો હોવાને લઇને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ ખુબ હોય છે અને જેને લઇને ફટાકડાની તીવ્રતા પણ ઓછી રાખવા ઉપરાંત સાવચેતી પણ જરૂર થી રાખવામાં આવતી હોય છે.

Aravalliમાં નવા વર્ષે ગોપાલક સમાજ દ્રારા ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લીમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવે છે.મોડાસાના રામપુર ખાતે ગોપાલક સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે જેમાં ગામના પાદરે હજારો પશુ એકઠા કરી ઉજવણી કરવામાં આવે છે જેમાં ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે પશુ ભડકાવવાથી પશુઓ, માણસો સુખાકારી રહે તેવી માન્યતાઓ છે.

અરવલ્લીમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી

મોડાસાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા કરાય છે અનોખી ઉજવણી છે જેમાં રાધાકૃષ્ણના મંદિરે આરતી બાદ એક બીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.ગામના પાદરે હજારો પશુઓ એકઠા થાય છે તેમજ ફટાકડા ફોડીને પશુને ભડકાવવામાં આવે છે,પશુઓ કોઈને ઇજા કરતા નથી તેમજ પશુઓમાં મહામારી કે અન્ય કોઈ રોગચાળો થતો ના હોવાની માન્યતા છે,આજે પણ ગામના વડીલોની હાજરીમાં આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે,વર્ષમાં એક જ દિવસે આ રીતે ઉજવણી કરવામાં આવે છે.


પશુ ટોળા પર વરસાવાય છે ફટાકડા

ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવાની આ પરંપરા અહીં અને આસપાસના ગામડાઓમાં વર્ષો પુરાણી છે. ગામના પશુઓને રેસમાં દોડાવતા હોય એમ ભડકાવીને ગામના ગૌચર તરફ દોડાવવામાં આવે છે. પશુઓ પણ ફટાકડાના અવાજના ભયથી ગામ છોડીને ગૌચરમાં ભાગી જતા હોય છે. આવી પરંપરા અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં નવા વર્ષની સવારે ઉજવવામાં આવે છે. આ પરંપરા પાછળની માન્યતા રહેલી છે કે, દૂધાળા પશુઓ નિરોગી રહેતા હોય છે.

વર્ષો જુની માન્યતા

આમ ફટાકડાની મારા થી બચીને કે અવાજ થી દુર થઇ જતાં હોય છે. ગ્રામજનો અને પશુ પાલકો આ આખીય ઘટના એક ઉત્સવ તરીકે ઉજવતા હોય છે. તે માટે પશુઓમાં રોગચાળો નાફેલાય તેવી શ્રદ્ધા સાથે તેને કૃષ્ણના આશીર્વાદ માનીને ઉજવણી કરતાં હોય છે. ગામમાં આમ તો ગોપાલક સમાજ અને પશુપાલકો હોવાને લઇને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ ખુબ હોય છે અને જેને લઇને ફટાકડાની તીવ્રતા પણ ઓછી રાખવા ઉપરાંત સાવચેતી પણ જરૂર થી રાખવામાં આવતી હોય છે.