Aravalliમાં ડુંગર વિસ્તારમાંથી ધોધ વહેતા થયા, સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું
અરવલ્લીના ડુંગર વિસ્તારમાંથી વરસાદી માહોલ વચ્ચે આહ્લાદક નજારો સર્જાયો છે.ઈડર ગઢ તેમજ પહાડો પર ઝરણાઓ વહી રહ્યાં છે,સાથે સાથે વન્યની લીલી ચાદરોથી ગિરિમાળી ઘેરાઈ છે,વરસાદના સમયે દર વખતની જેમ આ વખતે પણ નયનરમ્ય નજારો સર્જાયો છે.કુદરતના નયનરમ્ય દ્રશ્યોને જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે.ડુંગરમાંથી ઝરણા વહેતા થયા અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે તેની વચ્ચે ઝરણા વહેતા થતા આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે સાથે સાથે વધુ વરસાદના પગલે અરવલ્લીના પહાડો બન્યા સૌંદર્યનું ધામ.સાબરકાંઠાના ઈડર ગઢ તેમજ આસપાસના ડુંગર વિસ્તારોમાંથી પણ ઝરણાં વહેવાની શરૂઆત થઈ છે.ઝરણાં, પહાડો, વન્યની લીલી ચાદરોથી ઘેરાયેલી ગિરિમાળાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. લોકો ધોધ અને ઝરણા જોવા ઉમટયા અરવલ્લીના પહાડો ગિરિમાળામાં આવેલા છે,હાલ પર્વતો પર વન્યની લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી કુદરતી વાતાવરણ માણવા આવતા હોય છે.અરવલ્લી અને સાબરકાંઠાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઝરણા જોવા આવી રહ્યાં છે,સાથે સાથે ધોધમાં નહાવાની પણ મજા માણી રહ્યાં છે. અરવલ્લીમાં વરસાદી માહોલ અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે,વરસાદી માહોલની વચ્ચે મોડાસા તેમજ આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ છે. માલપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. મોડાસાના ટીંટોઇ, જીવણપુર, ઇસરોલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાને કારણે હાલ વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે.ખેડૂતોમાં ખુશીનો માહોલ છે,કેમકે મકાઈના પાકને જીવતદાન મળ્યું છે,તેમજ સાથે સાથે નદીનાળા તેમજ ચેકડેમો પણ છલકાઈ ગયા છે.મહત્વનું છે કે,ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના ડુંગર વિસ્તારમાંથી વરસાદી માહોલ વચ્ચે આહ્લાદક નજારો સર્જાયો છે.ઈડર ગઢ તેમજ પહાડો પર ઝરણાઓ વહી રહ્યાં છે,સાથે સાથે વન્યની લીલી ચાદરોથી ગિરિમાળી ઘેરાઈ છે,વરસાદના સમયે દર વખતની જેમ આ વખતે પણ નયનરમ્ય નજારો સર્જાયો છે.કુદરતના નયનરમ્ય દ્રશ્યોને જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે.
ડુંગરમાંથી ઝરણા વહેતા થયા
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે તેની વચ્ચે ઝરણા વહેતા થતા આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે સાથે સાથે વધુ વરસાદના પગલે અરવલ્લીના પહાડો બન્યા સૌંદર્યનું ધામ.સાબરકાંઠાના ઈડર ગઢ તેમજ આસપાસના ડુંગર વિસ્તારોમાંથી પણ ઝરણાં વહેવાની શરૂઆત થઈ છે.ઝરણાં, પહાડો, વન્યની લીલી ચાદરોથી ઘેરાયેલી ગિરિમાળાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.
લોકો ધોધ અને ઝરણા જોવા ઉમટયા
અરવલ્લીના પહાડો ગિરિમાળામાં આવેલા છે,હાલ પર્વતો પર વન્યની લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી કુદરતી વાતાવરણ માણવા આવતા હોય છે.અરવલ્લી અને સાબરકાંઠાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઝરણા જોવા આવી રહ્યાં છે,સાથે સાથે ધોધમાં નહાવાની પણ મજા માણી રહ્યાં છે.
અરવલ્લીમાં વરસાદી માહોલ
અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે,વરસાદી માહોલની વચ્ચે મોડાસા તેમજ આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ છે. માલપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. મોડાસાના ટીંટોઇ, જીવણપુર, ઇસરોલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાને કારણે હાલ વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે.ખેડૂતોમાં ખુશીનો માહોલ છે,કેમકે મકાઈના પાકને જીવતદાન મળ્યું છે,તેમજ સાથે સાથે નદીનાળા તેમજ ચેકડેમો પણ છલકાઈ ગયા છે.મહત્વનું છે કે,ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે.