Anand: આંકલાવના ઉમેટામાં હાઇ-પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, વડોદરાના 18 નબીરાઓ ઝડપાયા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા વિસ્તારમાં આવેલ એક ફાર્મહાઉસમાં મોડી રાત્રે પોલીસે ઓચિંતી રેડ પાડી હાઇ-પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં ઉચ્ચ ઘરના નબીરાઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
18 શખ્સોની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત
પોલીસ કાર્યવાહી દરમિયાન ફાર્મહાઉસમાંથી 15 પુરુષો અને 3 મહિલાઓ મળી કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ વડોદરાના રહેવાસી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી બિયરના ટીન, મોબાઇલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી કબજે કરવામાં આવી છે.
1 કરોડથી વધુની મત્તા કબજે
આ દારૂ પાર્ટીમાં પહોંચવા માટે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી 8 લક્ઝરી કાર પણ પોલીસે જપ્ત કરી છે. કાર, મોબાઇલ અને દારૂ મળીને કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.સપ્લાયર અને માલિક વોન્ટેડ
પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગર અને ફાર્મહાઉસનો માલિક પોલીસ પકડથી દૂર છે, જેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Local Body Elections 2026: પાલીતાણા કોંગ્રેસમાં ભડકો, પ્રમુખ સહિતના દિગ્ગજો ભાજપમાં જોડાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

