Amreliના લીલીયામાં ભારે વરસાદથી જળબંબાકાર, નાવલી બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો, જુઓ Video

Oct 27, 2025 - 16:00
Amreliના લીલીયામાં ભારે વરસાદથી જળબંબાકાર, નાવલી બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદથી નાવલી બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નાવલી નદીમાં પૂરના પાણી બજારમાં ફરી વળ્યા. કમોસમી વરસાદથી આજે દિવાળી પછી બજારો બંધ. વરસાદના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું. કમોસમી વરસાદથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.. રાજ્યમાં ઠંડીની ઋતુ વચ્ચે ફરી વરસાદી માહોલ જામ્યો. અમરેલીના લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદના કારણે લીલીયાની નાવલી બજાર બે કાઠે વહેતી થઈ.નાવલી નદીમાં પૂર આવવાથી વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન..

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિના ભણકારા

અમરેલીમાં ભારે વરસાદથી નદીમાં ઘોડા પૂર આવ્યા અને નાળાઓ છલકાયા. વરસાદી પાણી ભરાતા ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થયો. અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે જળબંબાકારની સ્થિતિ યથાવત. પીપાવાવ પોર્ટની અંદર પાણી ઘુસ્યા. પીપાવાવ પોર્ટ રેલવે યાર્ડ પીપાવાવ રિલાયન્સ કંપની સહીત વિસ્તારમાં પાણી ભરાયા. જયારે સાવરકુંડલા તાલુકાની સુરજ વળી નદી બે કાંઠે થઈ અને હાથસણીનો સેલ દેદુમલ ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલાવામાં આવ્યો. લીલીયાની નાવલી બજાર બે કાઠે વહેતી થતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. લીલીયાના પુંજાપાદર,સલડી, ગોટાવદર, શેઢાવદર, ક્રાંકચ, નાણાલિલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. કપાસ,સોયાબીન, મગફળી, બાજરી, જુવાર, મકાઈ,સહિતના પાકોમાં ખેડૂતોને નુકશાનની ભીતિના ભણકારા.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે.દાસે કમોસમી વરસાદની આગાહીને લઈને માહિતી આપી. રાજ્યમાં ગઈકાલથી અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળ્યું. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના હવામાન પર અસર થઈ. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનતા રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0