Amreliના રાજુલામાં ધાતરવડી ડેમની બાજુમાં આવેલી ક્વોરીઓ બંધ કરવા ખેડૂતોએ કરી રજૂઆત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ પાસે રાજુલા પંથકનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 1 વર્ષો જૂનો આવેલો છે, હાલ 100 ટકા પાણી ભરેલું છે અને બાજુમાં 2 મહાકાય ક્વોરી લિઝમાં ભરડીયાઓ ધમધમી રહ્યા છે, જેના કારણે મહાકાય બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ ઉપર જોખમ ઉભું થઈ રહ્યું છે.કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેના કારણે ખેડૂતો અને સરપંચોમાં રોષનો માહોલ ઉભો થયો છે, અગાઉ લેખિત મૌખિક વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને 'ધાતરવડી ડેમ બચાવો ભાઈ ભરડીયાઓ બંધ કરો ભાઈ બંધ કરો'ના સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતો સાથે વિવિધ પર્યાવરણ અને ખેડૂત સમિતિઓના સંગઠનના લોકોએ પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. આ ભરડીયાઓ ટુંક સમયમાં બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો વિવિધ સંગઠનો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી દેવામાં આવી છે. તાત્કાલિક ખેડૂતોના હિતમાં ભરડીયાઓ બંધ કરવા રજૂઆત રાજુલા તાલુકામાં આવેલી ધાતરવડી ડેમ ભાક્ષી, ધારેશ્વર, મોટા આગરિયા, દીપડીયા, વાવેરા, ચારોડીયા, સહિત આસપાસના ડેમ નીચે આવતા ગામડાઓ માટે આશીર્વાદરૂપ છે. આખું વર્ષ આ ધાતરવડી ડેમમાંથી પાણી મળી રહે છે, હાલ ધાતરવડી ડેમ નજીક હોવાને કારણે બ્લાસ્ટિંગ સતત વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ખેડૂતોના હિતમાં ભરડીયાઓ બંધ કરવા ઉગ્ર રજૂઆતો ખેડૂતો કરી રહ્યા છે. અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપો અમરેલી જિલ્લામાં સૌથી મોટી ક્વોરી લિઝ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ છે, છેલ્લા કેટલાક સમયથી આ ક્વોરી સામે ખેડૂતોનો વિરોધનો સુર ઉઠ્યો છે તેવા સમયે ખેડૂતોએ આજે કલેકટર કચેરીમાં આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓની મિલીભગતથી ચાલતું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

Amreliના રાજુલામાં ધાતરવડી ડેમની બાજુમાં આવેલી ક્વોરીઓ બંધ કરવા ખેડૂતોએ કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ પાસે રાજુલા પંથકનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 1 વર્ષો જૂનો આવેલો છે, હાલ 100 ટકા પાણી ભરેલું છે અને બાજુમાં 2 મહાકાય ક્વોરી લિઝમાં ભરડીયાઓ ધમધમી રહ્યા છે, જેના કારણે મહાકાય બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ ઉપર જોખમ ઉભું થઈ રહ્યું છે.

કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

જેના કારણે ખેડૂતો અને સરપંચોમાં રોષનો માહોલ ઉભો થયો છે, અગાઉ લેખિત મૌખિક વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને 'ધાતરવડી ડેમ બચાવો ભાઈ ભરડીયાઓ બંધ કરો ભાઈ બંધ કરો'ના સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતો સાથે વિવિધ પર્યાવરણ અને ખેડૂત સમિતિઓના સંગઠનના લોકોએ પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. આ ભરડીયાઓ ટુંક સમયમાં બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો વિવિધ સંગઠનો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી દેવામાં આવી છે.

તાત્કાલિક ખેડૂતોના હિતમાં ભરડીયાઓ બંધ કરવા રજૂઆત

રાજુલા તાલુકામાં આવેલી ધાતરવડી ડેમ ભાક્ષી, ધારેશ્વર, મોટા આગરિયા, દીપડીયા, વાવેરા, ચારોડીયા, સહિત આસપાસના ડેમ નીચે આવતા ગામડાઓ માટે આશીર્વાદરૂપ છે. આખું વર્ષ આ ધાતરવડી ડેમમાંથી પાણી મળી રહે છે, હાલ ધાતરવડી ડેમ નજીક હોવાને કારણે બ્લાસ્ટિંગ સતત વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ખેડૂતોના હિતમાં ભરડીયાઓ બંધ કરવા ઉગ્ર રજૂઆતો ખેડૂતો કરી રહ્યા છે.

અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપો

અમરેલી જિલ્લામાં સૌથી મોટી ક્વોરી લિઝ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ છે, છેલ્લા કેટલાક સમયથી આ ક્વોરી સામે ખેડૂતોનો વિરોધનો સુર ઉઠ્યો છે તેવા સમયે ખેડૂતોએ આજે કલેકટર કચેરીમાં આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓની મિલીભગતથી ચાલતું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.