Amreliના ખજૂરીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં 1 હજાર રોપાઓનું વાવેતર

પર્યાવરણના રક્ષણ માટે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું રમત ગમત વિભાગના મંત્રીના હસ્તે તળાવનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી દ્વારા તળાવના કાંઠે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું કેન્દ્રીય મંત્રી શ્રમ રોજગાર અને રમત ગમત વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ, લોકાર્પણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ તળાવના કાંઠે રોપાઓનું વાવેતર કર્યું હતું. ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી 5 હજાર રોપાઓનો ઉછેર કરવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે, ગ્રામજનોએ 30 કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે 2 હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ દરમિયાન 1 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમૂહ ભાવના પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું: માંડવિયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જળસંચય કામ અને પર્યાવરણના રક્ષણ માટે રોપા ઉછેર માટે દાતાઓ અને ગ્રામજનોના સહયોગને બિરદાવતા કહ્યુ કે, ખજૂરી જેવા નાના ગામે જળસંચય અને પ્રકૃતિ રક્ષણ માટે ખૂબ મોટું કામ કરવામાં આવ્યું છે. સેવા અને સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા છે, તે આજે ઉજાગર થઈ રહ્યા છે. ગ્રામજનોની દૃઢ ઈચ્છા શક્તિ સાથે સમૂહ ભાવના પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું છે. માંડવિયાએ વધુમાં કહ્યું કે, સમયને પારખી તેની સાથે તાલ મિલાવે તે ટકી શકે છે, જળસંચય અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષારોપણ સમયની માગ છે. ગામડાના રીત રિવાજો અને પરંપરામાં આધુનિક વિજ્ઞાન સમાયેલ છે, આપણા વડવાઓએ પ્રકૃતિને અનુરુપ જીવનશૈલી વિકસાવેલ છે. સમયના પરિવર્તન સાથે દશકા બાદ લોકો શોખથી ગામડામાં રહેવાનું પસંદ કરશે. ઉપરાંત ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં પાણીનો પ્રશ્ન વિકટ હતો: માંડવિયા અમરેલી સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ હતો, તેના લીધે લોકોને શહેરો તરફ સ્થળાંતર કરવું પડતું હતું પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયને લીધે નર્મદા નદીના નહેર અને પમ્પીંગથી આજે સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચ્યું છે. “સૌની યોજના” અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલા કાર્યોને લીધે નાગરિકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની આરોગ્ય સેવાઓની વિશિષ્ટતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ખજૂરી ગામે તળાવના નિર્માણમાં આર્થિક સહયોગ રહ્યો છે તેવા અગ્રણી સર્વ ચેતનભાઇ ખાનપરા અને ચેતનભાઇ કાછડીયાના માતૃભૂમિ માટે સેવા ભાવને પણ કેન્દ્રીય મંત્રીએ બિરદાવેલ. આ પ્રસંગે મંત્રી તથા સ્થાનિક આગેવાનોએ શાલ ઓઢાડી બહુમાન કરેલ. સંસદસભ્ય ભરત સુતરિયાએ, કેન્દ્રીય મંત્રીના નિઃસ્વાર્થ ભાવનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીનું હણોલ ગામ પણ એક આદર્શ અને સુવિધાસભર ગામ હોવાનું જણાવ્યું. સંસદસભ્ય ભરત સુતરીયાએ તળાવના નિર્માણ માટે દાતાઓ અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ કહ્યુ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કોરોના જેવા કપરાકાળમાં દેશના આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી હતી, આરોગ્યક્ષેત્રે થયેલા કાર્યોની નોંધ સમગ્ર દુનિયાએ લીધી હતી. ગ્રામજનોએ કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો અમરેલી જિલ્લાના વિકાસના કામો માટે મનસુખ માંડવિયાના સહયોગનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જે.વી. કાકડિયા, મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, વડીયા-કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમ હિરપરા, અગ્રણી સર્વ જલ્પેશ મોવલિયા, વિપુલ ટાંક, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયા, ગોપાલ અંટાળા, રમાબેન હિરપરા સહિત હોદ્દેદારો, પદાધિકારીઓ, ખજૂરી અને ખજૂરી ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Amreliના ખજૂરીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં 1 હજાર રોપાઓનું વાવેતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પર્યાવરણના રક્ષણ માટે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું
  • રમત ગમત વિભાગના મંત્રીના હસ્તે તળાવનું લોકાર્પણ
  • કેન્દ્રીય મંત્રી દ્વારા તળાવના કાંઠે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું કેન્દ્રીય મંત્રી શ્રમ રોજગાર અને રમત ગમત વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ, લોકાર્પણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ તળાવના કાંઠે રોપાઓનું વાવેતર કર્યું હતું. ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી 5 હજાર રોપાઓનો ઉછેર કરવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે, ગ્રામજનોએ 30 કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે 2 હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ દરમિયાન 1 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

સમૂહ ભાવના પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું: માંડવિયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જળસંચય કામ અને પર્યાવરણના રક્ષણ માટે રોપા ઉછેર માટે દાતાઓ અને ગ્રામજનોના સહયોગને બિરદાવતા કહ્યુ કે, ખજૂરી જેવા નાના ગામે જળસંચય અને પ્રકૃતિ રક્ષણ માટે ખૂબ મોટું કામ કરવામાં આવ્યું છે. સેવા અને સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા છે, તે આજે ઉજાગર થઈ રહ્યા છે. ગ્રામજનોની દૃઢ ઈચ્છા શક્તિ સાથે સમૂહ ભાવના પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું છે.

માંડવિયાએ વધુમાં કહ્યું કે, સમયને પારખી તેની સાથે તાલ મિલાવે તે ટકી શકે છે, જળસંચય અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષારોપણ સમયની માગ છે. ગામડાના રીત રિવાજો અને પરંપરામાં આધુનિક વિજ્ઞાન સમાયેલ છે, આપણા વડવાઓએ પ્રકૃતિને અનુરુપ જીવનશૈલી વિકસાવેલ છે. સમયના પરિવર્તન સાથે દશકા બાદ લોકો શોખથી ગામડામાં રહેવાનું પસંદ કરશે. ઉપરાંત ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

અમરેલીમાં પાણીનો પ્રશ્ન વિકટ હતો: માંડવિયા

અમરેલી સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ હતો, તેના લીધે લોકોને શહેરો તરફ સ્થળાંતર કરવું પડતું હતું પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયને લીધે નર્મદા નદીના નહેર અને પમ્પીંગથી આજે સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચ્યું છે. “સૌની યોજના” અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલા કાર્યોને લીધે નાગરિકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની આરોગ્ય સેવાઓની વિશિષ્ટતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ખજૂરી ગામે તળાવના નિર્માણમાં આર્થિક સહયોગ રહ્યો છે તેવા અગ્રણી સર્વ ચેતનભાઇ ખાનપરા અને ચેતનભાઇ કાછડીયાના માતૃભૂમિ માટે સેવા ભાવને પણ કેન્દ્રીય મંત્રીએ બિરદાવેલ.

આ પ્રસંગે મંત્રી તથા સ્થાનિક આગેવાનોએ શાલ ઓઢાડી બહુમાન કરેલ. સંસદસભ્ય ભરત સુતરિયાએ, કેન્દ્રીય મંત્રીના નિઃસ્વાર્થ ભાવનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીનું હણોલ ગામ પણ એક આદર્શ અને સુવિધાસભર ગામ હોવાનું જણાવ્યું. સંસદસભ્ય ભરત સુતરીયાએ તળાવના નિર્માણ માટે દાતાઓ અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ કહ્યુ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કોરોના જેવા કપરાકાળમાં દેશના આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી હતી, આરોગ્યક્ષેત્રે થયેલા કાર્યોની નોંધ સમગ્ર દુનિયાએ લીધી હતી.

ગ્રામજનોએ કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો

અમરેલી જિલ્લાના વિકાસના કામો માટે મનસુખ માંડવિયાના સહયોગનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જે.વી. કાકડિયા, મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, વડીયા-કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમ હિરપરા, અગ્રણી સર્વ જલ્પેશ મોવલિયા, વિપુલ ટાંક, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયા, ગોપાલ અંટાળા, રમાબેન હિરપરા સહિત હોદ્દેદારો, પદાધિકારીઓ, ખજૂરી અને ખજૂરી ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.