AMC 96 કરોડના ખર્ચે બનાવશે 10 માળનું અર્બન હાઉસ, મળશે આ સુવિધાઓ

Jun 3, 2025 - 21:30
AMC 96 કરોડના ખર્ચે બનાવશે 10 માળનું અર્બન હાઉસ, મળશે આ સુવિધાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મનપા લો ગાર્ડન નજીક 10 માળનું અર્બન હાઉસ બનાવશે. TDO, સિટી પ્લાનિંગ વિભાગ સહિતના રુમ હશે. 1300 વાહનો માટેનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવાશે. કોમર્શિયલ મિટિંગ માટે કોન્ફરન્સ રૂમ બનાવાશે. સોલાર, જળ સંરક્ષણ, એનર્જી સેવિંગ સહિતની સુવિધા હશે, ગ્રીન મટીરીયલનો ઉપયોગ કરી બિલ્ડિંગ બનાવાશે.

તમામ કામગીરી એક જ બિલ્ડીંગમાં કરવામાં આવશે

AMC વિસ્તારમાં નગર રચના યોજના/બાંધકામની વિકાસ પરવાનગીને લગતી સુવિધાઓ, જમીન/પ્લોટને લગતા વિવિધ અભિપ્રાયો એક જ જગ્યાએથી મળી રહે અને નગર રચના અધિકારીઓની કચેરીઓ તથા વિકાસ પરવાનગીને લગતી તમામ કામગીરી એક જ સ્થળેથી થાય તે માટે અર્બન હાઉસ બનાવવામાં આવશે. લોકોને એક જ જગ્યાએથી પાર્ટ-પ્લાન, ઝોનિંગ સર્ટિફિકેટ, એફ-ફોર્મ વિવિધ અભિપ્રાયો, પ્લોટ અંગેના અભિપ્રાયો બેટરમેન્ટ ચાર્જ વગેરે મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એસ્ટેટ અને નગર વિકાસ તથા સીટી પ્લાનિંગ ખાતાને લગતી બાબતે સ્ટાફને ટ્રેનિંગ મળતી રહે તે સુવિધાઓનો પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવેલ છે.

1300 વાહનો માટેનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવાશે

તમને જણાવી દઈે કે શહેરના પશ્ચિમઝોનના નવરંગપુરા વોર્ડમાં ટીપી નંબર 3 એલીસબ્રિજના ફાઈનલ પ્લોટ નંબર 441માં એન.સી.સી સર્કલથી નગરી હોસ્પિટલ જવાના રોડ પર અર્બન હાઉસ બનાવવામાં આવશે. 5304 ચોરસ મીટરમાં 26,360 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં બે બેઝમેન્ટ તથા ગ્રાઉન્ટ ફ્લોર અને 10 ફ્લોર તથા ગાર્ડન અને રૂફ એરીયા બનાવવામાં આવશે. આ સિવાય પર સીટી પ્લાનીગં તથા ટીડીઓ ખાતાની મધ્યસ્થ કચેરી, BPSP વિભાગની ઓફિસ, નગર રચના અધિકારીની ઓફિસ, ડોક્યુમેન્ટ માટેના સ્ટોરેજ-રેકર્ડ રૂમ, ટ્રેનિંગ સેન્ટર, સર્વર રૂમ, કાફેટેરિયા, ટેરેસ ગાર્ડન-કેન્ટીન તેમજ ઉચ્છ અધિકારીઓની ઓફિસ બનાવવાનું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. 140 ફોર વ્હીલર અને 1184 ટુ-વ્હીલરના પાર્કિગનું આયોજન કરાશે. આ બિલ્ડીંગનું કામકાજ 2.5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે અને 96 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0