Ambaji: શક્તિપીઠના મહાકુંભનો છઠ્ઠો દિવસ, 22 લાખથી વધુ ભક્તોએ માતાજીના કર્યા દર્શન

ભાદરવી પૂનમ મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે. સાત દિવસના આ મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માં જગતજનની જગદંબાના દર્શનનો લાભ લીધો છે. ત્યારે હવે ભાદરવી પૂનમનો આ મહાકુંભ અંતિમ ચરણમાં છે.અંબાજીના તમામ રોડ રસ્તાઓ માઈ ભક્તોથી ઉભરાયા ત્યારે આવતીકાલે આ મહામેળાની પૂર્ણાવતી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી હજારો કિલોમીટરની પદયાત્રા કરીને અને સંઘો લઈને માં જગતજનની અંબાના ધામે પહોંચ્યા છે. તમામ રોડ રસ્તાઓ માઈ ભક્તોથી ઉભરાયા છે તો માં જગતજનની અંબાના ધામમાં ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આજે માં જગતજનની અંબાના મંદિરમાં દર્શન કરવા માટે રેલીંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાંચ દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો મહાકુંભના પાંચ દિવસ પરિપૂર્ણ થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માં જગત જનની અંબાના ચરણોમાં શીશ નમાવ્યું છે. શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલો આ મહાકુંભના પાંચ દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. ત્યારે આજે આ મહા કુંભના છઠ્ઠા દિવસે પણ મોટી સંખ્યામાં માઈભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર અંબાજી સહિત માતાજીનું મંદિર માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદ સાથે ભક્તો ભારે ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મંદિરમાં 1352 ગજની ધજા આવી અંબાજી મંદિરમાં 1352 ગજની ધજા આવી છે. અમદાવાદના ભક્તો સાબરમતીથી આ ધજા લઈને આવ્યા છે. 1100 સભ્યો છેલ્લા 25 વર્ષથી ધજા લઈને અંબાજી આવે છે. ત્યારે મંદિરના ચાચર ચોકમાં આ ધજા ખોલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2024ની વિશ્વની સૌથી મોટી ધજા છે અને આ ધજા બનાવવામાં 5થી 6 મહિનાનો સમય લાગ્યો છે. અંબાજીમાં ભાદરવી મેળામાં ડુપ્લીકેટ નોટો પકડાઈ અંબાજીમાં ભાદરવી મેળામાં ડુપ્લીકેટ નોટો પકડાઈ હતી. રૂપિયા 1.20 લાખની 500ના દરની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ હતી. એક યુવક પાસેથી 1.20 લાખની ડુપ્લીકેટ નોટ ઝડપાઈ હતી. મેળામાં ભક્ત બનીને આવેલા યુવકને LCBએ ઝડપ્યો હતો. આ યુવક મેળામાં ડુપ્લીકેટ નોટો વટાવવા આવ્યો હતો. ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને LCBએ ઝડપ્યો હતો. આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો, ત્યારે વધુ પૂછપરછ થાય તો બીજા ગુના બહાર આવી શકે છે.

Ambaji: શક્તિપીઠના મહાકુંભનો છઠ્ઠો દિવસ, 22 લાખથી વધુ ભક્તોએ માતાજીના કર્યા દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાદરવી પૂનમ મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે. સાત દિવસના આ મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માં જગતજનની જગદંબાના દર્શનનો લાભ લીધો છે. ત્યારે હવે ભાદરવી પૂનમનો આ મહાકુંભ અંતિમ ચરણમાં છે.

અંબાજીના તમામ રોડ રસ્તાઓ માઈ ભક્તોથી ઉભરાયા

ત્યારે આવતીકાલે આ મહામેળાની પૂર્ણાવતી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી હજારો કિલોમીટરની પદયાત્રા કરીને અને સંઘો લઈને માં જગતજનની અંબાના ધામે પહોંચ્યા છે. તમામ રોડ રસ્તાઓ માઈ ભક્તોથી ઉભરાયા છે તો માં જગતજનની અંબાના ધામમાં ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આજે માં જગતજનની અંબાના મંદિરમાં દર્શન કરવા માટે રેલીંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

પાંચ દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો

મહાકુંભના પાંચ દિવસ પરિપૂર્ણ થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માં જગત જનની અંબાના ચરણોમાં શીશ નમાવ્યું છે. શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલો આ મહાકુંભના પાંચ દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. ત્યારે આજે આ મહા કુંભના છઠ્ઠા દિવસે પણ મોટી સંખ્યામાં માઈભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર અંબાજી સહિત માતાજીનું મંદિર માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદ સાથે ભક્તો ભારે ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અંબાજી મંદિરમાં 1352 ગજની ધજા આવી

અંબાજી મંદિરમાં 1352 ગજની ધજા આવી છે. અમદાવાદના ભક્તો સાબરમતીથી આ ધજા લઈને આવ્યા છે. 1100 સભ્યો છેલ્લા 25 વર્ષથી ધજા લઈને અંબાજી આવે છે. ત્યારે મંદિરના ચાચર ચોકમાં આ ધજા ખોલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2024ની વિશ્વની સૌથી મોટી ધજા છે અને આ ધજા બનાવવામાં 5થી 6 મહિનાનો સમય લાગ્યો છે.

અંબાજીમાં ભાદરવી મેળામાં ડુપ્લીકેટ નોટો પકડાઈ

અંબાજીમાં ભાદરવી મેળામાં ડુપ્લીકેટ નોટો પકડાઈ હતી. રૂપિયા 1.20 લાખની 500ના દરની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ હતી. એક યુવક પાસેથી 1.20 લાખની ડુપ્લીકેટ નોટ ઝડપાઈ હતી. મેળામાં ભક્ત બનીને આવેલા યુવકને LCBએ ઝડપ્યો હતો. આ યુવક મેળામાં ડુપ્લીકેટ નોટો વટાવવા આવ્યો હતો. ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને LCBએ ઝડપ્યો હતો. આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો, ત્યારે વધુ પૂછપરછ થાય તો બીજા ગુના બહાર આવી શકે છે.