Ahmedabadની અસારવા સિવિલમાં શિસ્તના ધજાગરા: ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓની ‘રેઇન પાર્ટી’
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલ નજીકની ગર્લ્સ હોસ્ટેલમાં શિસ્તના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. હોસ્ટેલની 5થી 6 યુવતીઓ દ્વારા જાહેરમાં 'રેઇન ડાન્સ' અને અશોભનીય હરકતો કરવામાં આવતા સિવિલ પ્રશાસનની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ડેન્ટલ હોસ્પિટલ નજીક યુવતીઓની રેઇન પાર્ટી
હોસ્ટેલના ગેટ પાસે જ યુવતીઓએ ફાયર સેફ્ટી માટે રાખવામાં આવેલી પાણીની પાઇપનો ઉપયોગ કરીને 'રેઇન પાર્ટી' શરૂ કરી હતી. આ દરમિયાન યુવતીઓ એકબીજા પર પાણી ઉડાડી રહી હતી અને પાણીની ટોટી (પાઇપ) સાથે અશોભનીય તેમજ અશ્લીલ ગણી શકાય તેવી હરકતો કરતી હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય, ત્યાં આ પ્રકારે ખુલ્લેઆમ મિજબાની અને હરકતોએ અનેક સવાલો ઉભા કર્યા છે.
ફાયરની પાણીની પાઇપથી પાણીનો કર્યો વ્યય
આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે, ઈમરજન્સી માટે રાખવામાં આવેલા ફાયરના પાણીનો બેફામ વ્યય કરવામાં આવ્યો હતો. હોસ્ટેલ વોર્ડનની હાજરી કે દેખરેખના અભાવે આ પ્રકારની 'લાલિયાવાડી' ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગંભીર શિસ્તભંગની આ ઘટના બાદ હવે સિવિલ પ્રશાસન અને ડેન્ટલ કોલેજ સત્તાધીશો આ યુવતીઓ અને જવાબદાર કર્મચારીઓ સામે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

