Ahmedabadના બોપલ-આંબલીમાં અકસ્માત સર્જનાર રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ આરટીઓએ કર્યુ રદ
અમદાવાદમાં બોપલ-આંબલી વિસ્તારમાં ઓડી કાર લઈને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ અમદાવાદ આરટીઓએ કાયમી ધોરણે રદ કર્યુ છે.RTOએ નોટિસ આપ્યા બાદ લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે,થોડા દિવસો અગાઉ સવારના સમયે રિપલ પંચાલે દારૂનો નશો કરીને અકસ્માત સર્જયો હતો અને અમદાવાદ ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આરોપી રિપલ પંચાલે અનેક વાહનચાલકોને અડફેટે લીધા હોવાની વાત હતી.બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલે કર્યો હતો અકસ્માત.આરોપીને મળી ગયા છે જામીન અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર સોમવારે (25મી નવેમ્બર) સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે 26મી નવેમ્બરના રોજ રીપલને કોર્ટમાં રજૂ કરતાં 15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પોલીસની કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમા રજૂ કરાયો હતો,કોર્ટે પણ તેને જામીન આપી દીધા છે,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જાણો શું છે સમગ્ર મામલો સોમવારે (25મી નવેમ્બર) વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલીંગ સાથે અથડાતાં રોકાઇ ગઇ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રીપલ મેથીપાક ચખાડ્યો હતો. જોકે પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. જાણો પોલીસે કયો ગુનો નોંધ્યો હતો અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસ મથકે આરોપી રિપલ પંચાલ સામે BNSની કલમ 281, 324 (4), 125A અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 185 અને પ્રોહેબિશન એક્ટની કલમ 66 (1)(B) તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.ઉલ્લેખનીય છે કે પોલીસ આ કેસમાં CCTV મેળવી રહી છે. FSL દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આરોપીનો CDR મેળવામાં આવશે. ઓડી ગાડીની બ્રેક સિસ્ટમ પણ ચેક કરવામાં આવશે. આરોપીના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં બોપલ-આંબલી વિસ્તારમાં ઓડી કાર લઈને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ અમદાવાદ આરટીઓએ કાયમી ધોરણે રદ કર્યુ છે.RTOએ નોટિસ આપ્યા બાદ લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે,થોડા દિવસો અગાઉ સવારના સમયે રિપલ પંચાલે દારૂનો નશો કરીને અકસ્માત સર્જયો હતો અને અમદાવાદ ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આરોપી રિપલ પંચાલે અનેક વાહનચાલકોને અડફેટે લીધા હોવાની વાત હતી.બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલે કર્યો હતો અકસ્માત.
આરોપીને મળી ગયા છે જામીન
અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર સોમવારે (25મી નવેમ્બર) સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે 26મી નવેમ્બરના રોજ રીપલને કોર્ટમાં રજૂ કરતાં 15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પોલીસની કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમા રજૂ કરાયો હતો,કોર્ટે પણ તેને જામીન આપી દીધા છે,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
સોમવારે (25મી નવેમ્બર) વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલીંગ સાથે અથડાતાં રોકાઇ ગઇ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રીપલ મેથીપાક ચખાડ્યો હતો. જોકે પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
જાણો પોલીસે કયો ગુનો નોંધ્યો હતો
અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસ મથકે આરોપી રિપલ પંચાલ સામે BNSની કલમ 281, 324 (4), 125A અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 185 અને પ્રોહેબિશન એક્ટની કલમ 66 (1)(B) તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.ઉલ્લેખનીય છે કે પોલીસ આ કેસમાં CCTV મેળવી રહી છે. FSL દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આરોપીનો CDR મેળવામાં આવશે. ઓડી ગાડીની બ્રેક સિસ્ટમ પણ ચેક કરવામાં આવશે. આરોપીના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યાં છે.